નર્મદાની મુખ્ય શાખા નહેરોમાંથી સાૈથી છેલ્લે કચ્છ શાખા નહેરનું કામ પૂર્ણ કરવામાં અાવ્યું છે. ગત વર્ષે કચ્છ શાખા નહેરનું કામ પૂર્ણ થયા બાદ હજુ પણ વધારાના પાણી અને પેટા નહેરોના કામો બાકી છે. હાલ ચાલી રહેલા વિધાનસભા સત્રમાં કચ્છના ધારાસભ્યોઅે નર્મદાના કામો અંગે પ્રશ્નો કર્યા હતા.
જેમાં વધારાના પૂરના પાણી અંગે ચાલતા કામો અને નહેરોના બાકી કામોની માહિતી અાપવામાં અાવી હતી.ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીઅે નર્મદાના વધારાના પાણી અંગે કચ્છમાં ચાલતા કામોની માહિતીના પ્રશ્ન કર્યો હતો. જેમાં જળસંપત્તિ મંત્રીઅે જણાવ્યું હતું કે તા.31/12/22ની સ્થિતિઅે કચ્છમાં વધારાના નર્મદાના પૂરના પાણી બાબતે કુલ અંદાજિત રૂા. 3448 કરોડના બે કામો પ્રગતિ હેઠળ છે. અને અંદાજે રૂા. 720 કરોડનું અેક કામ ટેન્ડર તબક્કે છે.
અત્યાર સધુ કચ્છમાં વધારાના પાણીના કામો પાછળ માત્ર રૂા. 190.69 લાખનો ખર્ચ થયો છે ! તો બીજીબાજુ માલતીબેને જ કચ્છમાં નર્મદાની શાખા નહેરો અને પેટા શાખા નહેરમાંથી પાણી વિતરણ પદ્ધતિના કુલ કેટલા કિમીના કામ થયા છે તેનો પ્રશ્ન કર્યો હતો. જેમાં તા. 31/12/22 સુધી કચ્છમાં શાખા અને પેટા નહેરોમાંથી પાણી વિતરણ પદ્ધતિના કુલ 4567.272 કિમીના કામ કરવાના હતાં. અને તેની સામે કુલ 3399.043 કિમીના કામો થઇ શક્યા છે. અામ 1168 કિમીના કામો બાકી હોવાનો ચોંકાવનારો ખુલાસો સરકારે વિધાનસભામાં કર્યો હતો.
રાપર અને ભચાઉના 54 ગામોને ખેતી માટે નર્મદાનું પાણી અપાયું નથી
રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાઅે તા. 31/12/22 સુધીમાં રાપર અને ભચાઉ તાલુકામાં કેટલા અને કયા ગામોને ખેતી માટે કચ્છ શાખા નહેરમાંથી પાણી અાપવામાં અાવે છે તેની માહિતી પૂછી હતી. જેના જવાબમાં નર્મદા વિભાગ સંભાળતા મુખ્યમંત્રીઅે લેખિતમાં જણાવ્યું હતું કે કુલ 23 ગામોને કચ્છ શાખા નહેરમાંથી ખેતી માટે પાણી અપાય છે.
જેમાં રાપરના ફતેહગઢ, ખાંડેક, માંજુવાસ, મોમાયમોરા, મોડા, સણવા, અાડેસર, માખેલ, પલાંસવા તથા ભચાઉના ખારોઇ, બંધડી, નેર, કુંજીસર, માય, શિકરા, ભચાઉ, કુંભારડી, કબરાઉ-પાકડસર, મોરગર, અામરડી, ભુજપુર અને બાનીયારીનો સમાવેશ થાય છે. જોકે રાપર અને ભચાઉના કુલ 54 ગામોને ખેતી માટે પાણી પુરુ પાડવાનું બાકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.