કચ્છના પાંચ તાલુકામાં તા. 27 થી 31 ડિસેમ્બર સુધી ગુણોત્સવ 2022-23 મિશન મોડ યોજાયો હતો. રાજ્યમાં દર વર્ષે જીએસક્યુએસી દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ અંગેનો કાર્યક્રમ ચાલે છે. જેમાં રાજ્યના સ્કૂલ ઇન્સ્પેક્ટરો તમામ શાળાઓમાં જઈ અને મૂલ્યાંકન કરે છે.
હાલમાં કચ્છમાં પાંચ તાલુકામાં મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની દેખરેખ હેઠળ આ મિશન સંપન્ન કરવામાં આવ્યું હતું, જેમાં પાંચ તાલુકાની 563 શાળાઓની મુલાકાત લેવામાં આવી. જેમાં ભચાઉની 109, ભુજની 160, માંડવી 117, મુન્દ્રા 30 અને રાપરની 147 શાળાઓની મુલાકાત કરવામાં આવી. અમદાવાદથી 13, બોટાદ ૩, જામનગર, અરવલ્લી 6, આણંદ ૩, 3, ભાવનગર 11, ગાંધીનગર 4, નવસારી 3, સાબરકાંઠા 11, મહેસાણા 12, પાટણ 21, ખેડા 18, રાજકોટ 4 તેમજ સુરેન્દ્રનગરના 9 સ્કૂલ ઇન્સ્પેક્ટરો આ મિશનમાં જોડાયા હતા.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય સંજયભાઈ ઠાકર, ડીઆરયુ શાખાના લેક્ચરર સુનીલભાઈ યાદએ સ્કુલ ઇન્સ્પેક્ટર સાથે શુભેચ્છક મુલાકાત કરી હતી. જિ.પ્રા.શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિ, પાંચ બીઆરસી ભવનના બીઆરસી કોઓર્ડીનેટર વિજયભાઈ, અશોકભાઈ, મેહુલભાઈ, ભરતભાઈ તેમજ સમીરભાઈ, સી.આર.સી. કો-ઓર્ડીનેટરો, કચ્છના પૂર્વ એસઆઇ કરશનભાઈ ચૌધરી આ મિશનમાં વ્યવસ્થામાં જોડાયા હતા. સમગ્ર ડેટા કામગીરી બી.આર.સી. કો- ઓર્ડીનેટર સાથે રહી જિલ્લા એસઆઇ એડમીન ભરતસિંહ ધલ તેમજ જયકિશન મકવાણાએ સંભાળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.