ભુજના કચ્છ મ્યુઝિયમ ખાતે ક્ષત્રપ રાજવંશના સમયમાં લખાયેલ શીલાલેખોમાંથી સૌથી વધારે શીલા લેખ આવેલા છે. અહીં પ્રદર્શનમાં રખાયેલા 10 જેટલાં શીલા લેખ અલગ અલગ સમયે કચ્છમાંથી મળી આવ્યા હતા અને આ શીલાલેખ કચ્છ મ્યુઝિયમને એક વિશેષ સ્થાન અપાવે છે.કચ્છ મ્યુઝિયમમાં પ્રદર્શનમાં મુકાયેલા આ શિલાલેખ ક્ષત્રપ રાજવંશના સમયના લેખ છે, જે 35 CE થી 405 CE વચ્ચે લખવામાં આવ્યા છે. કચ્છ મ્યુઝિયમમાં આ ક્ષત્રપ રાજવંશના 11 શિલાલેખ આવેલા છે જે ભારતના કોઈ પણ મ્યુઝિયમમાં સૌથી વધારે છે. પશ્ચિમી ક્ષત્રપ રાજવંશનું શાસન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલો હતો.
જ્યારે કે આ શિલાલેખ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ ભાગોમાંથી મળ્યા હતા.કચ્છમાં ઈસાની પ્રથમ શતાબ્દીના અંત ભાગમાં કુષાણ સત્તા ક્ષીણ થતાં ક્ષહરાત વંશના શક શાસકોના રાજયનું સુત્રપાત થયું. પરંતુ ક્ષહરાત શકોનો વહેલો અંત આવ્યો અને ત્યાર પછી કર્દમક વંશમાં શકો સંપૂર્ણ કચ્છ સહિત ગુજરાત અને માળવાના રાજ થયા. રસમોતિક અથવા ઘસ્મોતિક આ વંશનો સ્થાપક હતો. પરંતુ તે કુષાણોનું ખંડીયું સામંત માત્ર હતું, પરંતુ તેનો પુત્ર ચષ્ટન સ્વતંત્ર શાસક હોવાનો ઉલ્લેખ છે. તેણે પોતાના રાજયની સ્થાપના સાથે પોતાની સ્મૃતિ ચિર રાખવા શક સંવત ચાલુ કર્યો જે આજે આપણો રાષ્ટ્રીય સંવત છે.
આ કર્દમક શકો કે જેમને ઈરાની પદી સેન્ટ્રેપીનાં સંસ્કૃત સ્વરૂપે ‘ક્ષત્રપ’ના નામે ઓળખવામાં આવે છે કચ્છમાંજ સૌથી વધુ તેમના શિલાલેખો મળ્યા છે. આ તમામ લેખોની સ્ક્રિપ્ટ બ્રાહ્મી લિપિમાં અને તેની ભાષા પાલી છે તથા અમુક લેખોમાં પાલી સાથે સંસ્કૃત ભાષા પણ છે.આ શિલાલેખો થકી ક્ષત્રપ રાજવંશ વિશે જાણવા મળે છે કે તે સમયમાં પદાધિકારીઓ ક્ષત્રપ, મહાક્ષત્રપ, રાજા અને સ્વામી શીર્ષક આપવામાં આવતા હતા. આ શિલાલેખ થકી ન માત્ર એક રાજવંશ વિશે પણ ઇતિહાસ ઉપરાંત તે સમયના સામાજિક, આર્થિક અને રાજકીય સ્થિતિ વિશે પણ ઘણી માહિતી મળે છે.
અંધૌના ચાર શીલાલેખો શક સંવત 52 વિક્રમ સવંત 130ના મૃત્યુ લેખો
ક્ષત્રપ વંશનો સૌથી જુનો લેખ મધુકાનસનું નામ છે.જે અંધૌ શક સવંત 11 ઈસ 89નું છે.રાજાનું નામ વંચાતુ નથી પણ તે યશ મૌતિકનો વંશજ હોવાનું વંચાય છે. તેથી તે ચષ્ટન રાજા હોઈ શકે છે.અંધૌના ચાર શીલાલેખો શક સંવત 52 વિક્રમ સવંત 130ના મૃત્યુ લેખો છે.જેમાં સિંહીલ પુત્ર મદને યશદતાની સ્મૃતિમાં કરાવેલ,ઓપસની ગોત્રના ત્રેયદશતે પુત્ર રૂષભદેવની સ્મૃતિમાં કરાવેલ,સિંહીલ પુત્ર મદને બહેન જયેષ્ટવીસની સ્મૃતિમાં કરાવેલ,સિંહીલ પુત્ર મદને ભાઈ રૂષભદેવની સ્મૃતિમાં કરાવેલ હતા. ચપ્ટન અને રૂદુદાસ બે રાજાઓના નામો હોવાથી આ જોડીઆ રાજાઓ હતા તેમ મનાય છે.
દોલતપર અને વાંઢનો લેખ પણ પ્રદર્શનમાં મુકવામાં આવ્યો છે
આ 10 લેખોમાંથી એક દોલતપર લેખ પણ છે જે સંસ્કૃતમાં છે અને શક સવંતનું નામ દર્શાવતો સૌથી જૂનો લેખ છે.શક સવંત 234ના આ લેખમાં રાજાનું નામ અષ્ટપષ્ટ છે પણ તેમાં ઈશ્વરવેવ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત એક લેખ જે ખાવડાનો છે તેમાં જયદામન રાજાના પુત્ર રૂદુદામનનો વર્ષવાળો ભાગ ઉખડી ગયો છે જેમને ક્ષેત્રપ વંશાવલી આપી છે.વાંઢનો લેખ છે તે શક સવંત 105 નો છે. જેમા મહાક્ષત્રપ સ્વામી રૂદ્રદામનના પુત્ર રૂદ્રસિંહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.