108ની કામગીરી:સપરમા દિવસોમાં માર્ગ અકસ્માતની શક્યતાએ 108 ટીમ ખડેપગે રહેશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તહેવારો દરમિયાન માર્ગો પર વાહનોની અવરજવર વધી જાય છે
  • ફટાકડા ફોડવાથી દાઝવા, શ્વાસમાં તકલીફ સહિતના બનાવો વધે તેવો અંદાજ

દિવાળીના દિવસોમાં સામાન્ય દિવસો કરતા માર્ગો પર વાહનોની અવરજવર વધી જાય છે. જેના કારણે અકસ્માતના પ્રમાણમાં બમણો ઉછાળો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.જેને પગલે કચ્છ 108ની ટીમ 24 કલાક ખડેપગે રહેશે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, આ વર્ષે લોકો મનભરીને તહેવારની ઉજવણી કરવાના છે તેમજ વિકેન્ડનો માહોલ હોઇ ઘણા પરિવારો ફરવા માટે નીકળી ગયા છે તો દિવાળીના સપરમાં દિવસોમાં ધાર્મિક સ્થાનોએ જવા અથવા તો પરિચિતોના ઘરે જવા માટે લોકો નીકળતા હોઇ માર્ગો પર સૌથી વધુ વાહનોની અવરજવર હોય છેમજેના કારણે માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં ઉછાળો આવવાની શક્યતા છે.

કચ્છની જો વાત કરીએ તો,સામાન્ય દિવસોમાં 20 થી 25 જેટલા અકસ્માતના કેસ 108 એમ્બ્યુલન્સમાં નોંધાતા હોય છે.પરંતુ તહેવારના દિવસોમાં આ કેસો બમણા થવાની શક્યતા છે. આ સિવાય ફટાકડા ફોડવાથી દાઝવાના કિસ્સાઓ પણ બનતા હોય છે.જેનામાં પણ આ વખતે વધારો થવાની શક્યતા છે.ફટાકડાના ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ, ગભરામણ અને હાલમાં ડબલ ઋતુના કારણે બીમારીઓ વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

ગત પાંચ વર્ષના આંકડાની તુલનાએ ચાલુ વર્ષે ઇમરજન્સી કેસોમાં 50% નો વધારો થવાનો અંદાજ છે. દિવાળી પછી રણોત્સવ શરૂ થઈ રહ્યો છે.ઘણા પ્રવાસીઓ મીની વેકેશન માણવા માટે રણમાં આવતા હોય છે ત્યારે અવારનવાર ખાવડા રોડ પર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. જેથી આ વખતે ખાવડા સીએસસી ખાતે પણ 12 કલાકને બદલે 24 કલાકની એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે.

108 ના જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર વિસ્તૃત જોશીએ જણાવ્યું કે, તહેવારો દરમિયાન ઈમરજન્સીના કેસોમાં ઉછાળો થવાની શક્યતાને ધ્યાને રાખી તમામ સ્થળોએ એમ્બ્યુલન્સ અને કર્મચારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.તહેવારના દિવસોમાં કર્મચારીઓ નોકરી કરવાના હોઇ તેઓનું મનોબળ વધે તે માટેના કાર્યક્રમો પણ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...