RTOમાં ફોર વ્હીલર ટેસ્ટ ટ્રેક ફરી ધમધમ્યો:દરરોજ 100 થી 125 જેટલા વાહનચાલકો આપી રહ્યા છે પરીક્ષા

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

અહીંની આરટીઓ કચેરીમાં વરસાદના કારણે ટેસ્ટ ટ્રેક બંધ થઈ જતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જેથી તાજેતરમાં સેન્સર અને વાયરિંગ બદલવાની કામગીરી કરાયા બાદ બંને ટેસ્ટટ્રેક ફરી ધમધમતા થઈ ગયા છે.

ગુરુવારથી ફોર વ્હિલર ટેસ્ટ ટ્રેક પણ શરૂ થઈ ગયો હોવાથી દરરોજ 100 થી 125 વાહનો ડ્રાઇવિંગ ટેસ્ટની પરીક્ષા આપવા માટે આવતા હોવાનું સામે આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે,લાંબા સમયથી ટ્રેક બંધ હાલતમાં હોવાથી જે વાહનચાલકોએ અગાઉથી એપોઇન્ટમેન્ટ લીધી હતી અને જેની કાચા લાઇસન્સની મુદત પુરી થઈ રહી છે તેવા વાહનચાલકો અકળાઈ ઉઠયા હતા.

ટેસ્ટ ટ્રેક ક્યારે શરૂ થશે ? તેવો સવાલ પણ વર્તુળોને પૂછવામાં આવતો પણ આખરે આ સેવા શરૂ થઈ ગઈ હોવાથી વાહનચાલકોનો ધસારો જોવા મળી રહ્યો છે.અગાઉ જે લોકોને એપોઇન્ટમેન્ટ અપાઈ હતી તેઓને પ્રાથમીકતા આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...