લખપતમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા 10 ટન લીલા શાકભાજીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. અહીંની ભાનુશાલી ટ્રસ્ટ રાધનપુરના આર્થિક સહયોગથી જરૂરતમંદ લોકોને વિનામૂલ્યે વિવિધ પ્રકારના શાકભાજી વિતરીત કરવામાં આવ્યાં હતા. આ માટે સંસ્થાએ એક ટ્રક ભરીને આવેલા 10 ટન જેટલા લીલી શાકભાજી આપતા લોકોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી.
ગઈકાલ તારીખ 10.12.22ના સવારે ભાનુશાલી ટ્રસ્ટ રફહનપુરના આર્થિક સહયોગથી રામદેવજી મહાદેવ મંદિર એકતાનગર દ્વારા આવેલા શાકભાજીને નાના વાહનો દ્વારા આજુ બાજુના બાલાપર, નરેડી, કાંટીયા, મુડીયા, સોનલ નગર, એકતા નગર, નવાનગર, પાનધ્રો, ના.સરોવર, કૈયારી, કપુરાશી અને કોરીયાણી સહિતના ગામોમાં હિન્દુ યુવા સંગઠનના હોદેદારો અને સેવાભાવી યુવાનોએ લોકોને વિનામૂલ્યે શાકભાજી વિતરણ કર્યું હતું. ઠંડીના દિવસોમાં તાજા શાકભાજી મળતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.