ખર્ચની સ્પષ્ટતા:પંચાયતની અનટાઈડ ગ્રાન્ટના 10 ટકા ટેકનિકલ, વહીવટી સપોર્ટ માટે ખર્ચાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15માં નાણાપંચની બેઝિક અનુદાનની રકમના ખર્ચની સ્પષ્ટતા
  • પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે કર્યો પરિપત્ર

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે 19મી મેના પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં 15માં નાણાપંચની અનટાઈડ ગ્રાન્ટની 10 ટકા રકમનો ઉપયોગ ગ્રામ પંચાયતોમાં ટેકનિકલ અને વહીવટી સપોર્ટ માટે કરવા સ્પષ્ટતા કરવામાં આવી છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, 15માં નાણાપંચની બેઝીક (અનટાઈડ) ગ્રાન્ટના 10 ટકા રકમનો ઉપયોગ ગ્રામિણ સ્થાનિક સંસ્થાઓ દ્વારા ટેકનીકલ અને વહીવટી સપોર્ટ માટે અને મૂડી ખર્ચ માટે હેતુઓ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કોન્ટ્રાકટ આઉટ સોર્સિંગના એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટ, ટેકનીશીયન, એન્જિનીયર વગેરે ધોરણે વ્યાવસાયિકોની ભરતી, જે પંચાયતોમાં કોમ્પ્યુટર ઉપલબ્ધ નથી તેવી પંચાયતોમાં કમ્પ્યુટર્સ અને એસેસરીઝની ખરીદી, ઈન્ટરનેટ કનેક્ટીવીટી અને આવર્તક ખર્ચ માટે જોગવાઈ, ગ્રામ પંચાયત કચેરી ખાતે એક વખત માટે જરૂરી ફર્નિચરની ખરીદી, સિવિલ વર્કની ગુણવત્તાના નિરીક્ષણ માટે મુલાકાત લેનારા વ્યાવસાયિકોનો ખર્ચ, કોમન સર્વિસ સેન્ટર્સની ચૂકવણી સહિતના ડેટા એન્ટ્રી ખર્ચ, એકાઉન્ટ અપડેશન, કામોના નિરીક્ષણ માટે આપાતકાલિન કેસોમાં વાહનો આડે ભાડે લેવા, પ્રોજેકટ રિપોર્ટસ તૈયાર કરવાનો ખર્ચ અને પ્રોજેકટના અમલીકરણ માટે તકનીકી પ્લાનનો ખર્ચ, જી.પી.ડી.પી. તૈયાર કરવા અંગેનો ખર્ચ, જેમાં આઈ.ઈ.સી., સર્વેક્ષણો, નકશાઓ અને અન્ય દસ્તાવેજો તૈયાર કરવા અને પરામર્શ કરવા અને આવશ્યક સાધનસામગ્રી માટે ખર્ચ કરવાનો રહેશે.

ટાઈડ અને અનટાઈડ ગ્રાન્ટ શું છે
15માં નાણાપંચની ગ્રાન્ટમાં ગટર, પાણી અને સફાઈના કામો માટે જે રકમ ફાળવાય છે અેને ટાઈડ ગ્રાન્ટ કહેવાય છે. જ્યારે ગટર, પાણી અને સફાઈના કામો સિવાય વહીવટ ચલાવવામાં ઉપયોગી જે રકમ ફાળવાય છે અને અનટાઈડ ગ્રાન્ટ કહેવાય છે. મતલબ ગટર, પાણી સફાઈ જેવા ચોક્કસ હેતુ સિવાયના અન્ય વહીવટી કામો માટે ખર્ચાતી રકમ એટલે અનટાઈડ ગ્રાન્ટ.

અન્ય સમાચારો પણ છે...