તંત્રોની લડાઇમાં લોકોનો ખો:પાલિકા અને GWIL વચ્ચે પાણીના જથ્થામાં 10 MLDનો ફરક

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે કુકમા સમ્પ બાદ અંજારમાં જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની કચેરીએ પૂછાણું લીધું
  • પ્રજાના હિતમાં સત્ય જાણવા, લોકો સમક્ષ લાવવા માટે સર્ચ ઓપરેશન આગળ ધપાવવાનો હુંકાર

ભુજ શહેર કોંગ્રેસે ભુજ નગરપાલિકા દ્વારા શહેરીજનોને છેલ્લા અેકાદ માસથી નળ વાટે પાણી વિતરણમાં બેચાર દિવસના વધેલા અંતરનું ખરું કારણ જાણવા સર્ચ અોપરેશન શરૂ કર્યું છે, જેમાં મંગળવારે કુકમા સમ્પે સ્થળ મુલાકાત લીધા બાદ ગુરુવારે અંજારમાં જી.ડબ્લ્યુ.અાઈ.અેલ.ની કચેરીની મુલાકાત લીધી હતી, જેમાં કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકાને 45 અેમ.અેલ.ડી. પાણી પૂરતા દબાણથી અપાય છે. જ્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે, અપૂરતા દબાણે માત્ર 30 અેમ.અેલ.ડી. પાણી મળે છે.

અામ બંનેના નિવેદનોથી 10 અેમ.અેલ.ડી.ની ફરક અાવ્યો છે, જેથી ભુજ શહેર કોંગ્રેસે પ્રજાના હિતમાં સત્ય જાણવા સર્ચ અોપરેશન અાગળ ધપાવવાનો હુંકાર ભણ્યો હતો.ભુજ શહેર કોંગ્રેસ કિશોરદાન ગઢવી, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવકતા ઘનશ્યામસિંહ ભાટ્ટી, કચ્છ જિલ્લા કોંગ્રેસ મંત્રી હાસમ સમા અને ભુજ નગરપાલિકાના વિપક્ષીનેતા કાસમ સમાઅે ગુરુવારે અંજાર જી.ડબ્લ્યુ.અાઈ.અેલ.ના કાર્યપાલક ઈજનેર અેમ.અેચ. અાંત્રોલિયાની કચેરીઅે જઈને કુકમા સમ્પમાં અોછા દબાણ અાવતા નર્મદાના પાણીની હકીકત ફોટા સાથે રજુ કરી હતી, જેથી કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, ચારેક કલાક પૂરતા દબાણે પાણી અાપ્યા બાદ થોડો સમય દબાણ ઘટાડવું પડે, જેથી બપોરના ભાગે ઘટાડ્યું હતું.

બાકી ભુજ નગરપાલિકાને કુકમા સમ્પે દૈનિક 45 અેમ.અેલ.ડી. પાણી પૂરતા દબાણે પહોંચતું કરાય છે અને અાખો દિવસ સતત ચાલુ હોય છે. જે બાદ સર્ચ અોપરેશન ટીમ ભુજ નગરપાલિકામાં પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર પાસે અાવી હતી અને તેમને પૂછ્યું હતું કે, ભુજ શહેરને નર્મદાના પાણી કેટલા અેમ.અેલ.ડી. મળે છે.

જવાબમાં નગરપતિઅે જણાવ્યું હતું કે, દૈનિક 30 અેમ.અેલ.ડી. મળે છે. પરંતુ, લાઈનો તૂટવા અને મરંમત બાદ ફરી લાઈનોમાં પાણી ભરવાના કારણે પૂરતો જથ્થો પૂરતા દબાણે સંભવ બનતો નહીં હોય.

બંને પાસે મીટર નથી : પ્રવકતા
કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવકતા ઘનશ્યામસિંહ ભાટ્ટીઅે જણાવ્યું હતું કે, અંજાર, કુકમા સમ્પ અને ભુજીયા સમ્પ પાસે મીટર લાગેલા જ નથી, જેથી તેઅો કયા અાધારે કહી શકે કે, કેટલા અેમ.અેલ.ડી. અને કેટલા દબાણે પાણી મળે છે. જી.ડબ્લ્યુ.અાઈ.અેલ.ના કાર્યપાલક ઈજનેરે મીટર લગાડવાની જવાબદારી નગરપાલિકાની હોવાનું કહ્યું હતું. પરંતુ, અામ છતાં કુકમા સમ્પે મીટર લગાડી દેખાડવામાં અાવશે અેવું પણ જણાવ્યું હતું, જેથી મીટરની ચકાસણી કરવાની બાકી છે.

ભુજથી કુકમા વચ્ચે સાતેક કંપનીઅો છે : કોંગ્રેસ
પ્રવકતાઅે વધુમાં જણાવ્યું હતું કે, કુકમા સમ્પ અને ભુજીયા સમ્પ વચ્ચે સાતેક કંપનીઅો છે, જેથી શાસક પક્ષના વગદાર નેતાના ઈશારે તેમને નર્મદાના પાણી અપાતા હોવાની ભીતિ છે. જેની પણ તપાસ કરવામાં અાવશે.

ફિલ્ટ્રેશન પ્લાન કામ જ નથી કરતા
પ્રવકતાઅે વધુમાં જણાવ્યું હતું કે, કુકમા સમ્પે ફિલ્ટ્રેશન પ્લાન છે. પરંતુ, પાણી ફિલ્ટર ક્યા વિના ભુજીયા સમ્પે મોકલવામાં અાવે છે. અંજાર જી.ડબ્લ્યુ.અાઈ.અેલ. દ્વારા પણ પાણી ફિલ્ટર કરવામાં અાવતું નથી. અામ, પ્રજાના અારોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...