છેતરપિંડી:સુકામેવાના ધંધામાં ભાગીદાર બનાવવાનું કહીં જુની રાવલવાડીની મહિલા સાથે 10 લાખની ઠગાઇ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચંદીગઢના શખ્સે રૂપિયા મેળવી માલ ન મોકલતા ગુનો દાખલ કરાયો

ભુજની જુની રાવલવાડીમાં રહેતી પરણીત મહિલાને ડ્રાયફ્રુટ્સના ધંધામાં ભાગીદાર તરીકેની લાલચ આપીને તેમજ હાથ ઉછીના નાણા લઇને ચંદીગઢના શખ્સે માલ ન મોકલી મહિલા સહિત કેટલાક લોકો પાસેથી રૂપિયા 9 લાખ 81,500 જેટલી રકમ પડાવી લઇને વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જુની રાવલવાડીના ગાયત્રી ચોકમાં રહેતા ભાવનાબેન મનોજભાઇ મહેશ્વરી (ઉ.વ.42)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું છે. કે, છેતરપીંડીનો બનાવ ગત જાન્યુઆરી 2022થી આજ દિવસ સુધી બન્યો છે.

મુળ હરિયાણાના હાલ ચંદીગઢ રહેતા પ્રદુમન સુનિલ યાદવ નામના આરોપી કે જે ફરિયાદી મહિલાના મિત્ર થતા હોઇ અને જેથી આરોપીએ ફરીયાદી સાથે મીઠી મીઠી વાતો કરીને ફરિયાદી મહિલાને વિશ્વાસમાં લઇ ફરિયાદી મહિલા તેમજ અન્ય લોકો પાસેથી ડ્રાયફ્રુટસના વેપારમાં ભાગીદારી કરવાનું જણાવી ડ્રાયફ્રુટસના વેપારના નામે રૂપિયા લઇ ડ્રાયફ્રુટસ ન મોકલાવી તેમજ ફરિયાદી મહિલા પાસેથી હાથ ઉછીના રૂપિયા લઇ ફરિયાદી મહિલા તેમજ અન્યો પાસેથી રૂપિયા 9,81,500 જેટલી રકમ મેળવી લીધી હતી.

બાદમાં આરોપીએ ડ્રાયફ્રુટ્સનો માલ અને હાથ ઉછીના રૂપિયા ન મોકલાતાં ફરિયાદી મહિલા દ્વારા આરોપી પાસેથી રૂપિયા અંગેની અવાર નવાર માંગણી કરવા છતા પણ આરોપીએ ફરિયાદી મહિલાને રૂપિયા ન આપી ખોટા વાયદાઓ કરી અલગ અલગ બહાના વિશ્વાસઘાત છેતરીપીંડી કરી હતી. એ ડિવિઝન પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધીને આગળન તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...