ધરપકડ:માનકુવાના વાડી વિસ્તારની 10 કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો: ટોળકી પકડાઇ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાયર ચોરનારા જદુરાના ત્રણ તસ્કરો અને માલ ખરીદનારા સહિત ચારની ધરપકડ
  • છેલ્લા નવ મહિનામાં કેરા, નારાણપર, વડઝર, ઝુમખા સહિતની વાડીઓમાં હાથ માર્યો હતો

માનકુવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામોના વાડી વિસ્તારમાં કોપર કેબલની ચોરીના બનાવો બન્યા હતા.જે સંદર્ભે ચોરીને અંજામ આપનાર ટોળકીના 3 ઇસમોની માનકુવા પોલીસે ધરપકડ કરી ચોરીના 10 ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. ભુજ તાલુકાના કેરા, નારણપર, વડઝર, ઝુમખા,ચુનડી,મેઘપર, વાડાસર ગામોની સીમમાં આવેલી વાડીઓમાં કેબલ ચોરીને અંજામ આપનાર જદુરા ગામના આરોપી મુસ્તાક આમદ નારેજા.(ઉવ.28 ), યાહયા ઉર્ફે જાવેદ કાસમ થેબા.(ઉવ.26), બસીર જાવેદ કાસમ થેબા (ઉવ.26) નામના ત્રણ તસ્કરોની માનકુવા પોલીસે ધરપકડ કરી લીધી છે.

આરોપીઓની પુછતાછમાં ચોરાઉ કેબલ વાયર મોટા રેહા ગામના જુસબ ઇસ્માઇલ કુંભારને આપ્યો હોવાની કેફીયત આપતાં પોલીસે માલ ખરીદનાર આરોપીને પણ ઝડપી લીધો છે. તસ્કર ટોળકીએ છેલ્લા નવ માસ દરમિયાન માનકુવા પોલીસ મથકની હદની વાડીઓમાં ચોરી કરીને તરખરાટ મચાવ્યો હતો. જેથી તસ્કર ટોળકીને ઝડપી લેવા ઉચ અધિકારીઓના સુચના આપતાં માનકુવા પોલીસ મથકની ટીમ હરકતમાં આવી ગઇ હતી. જે જે વિસ્તારોમાં ચોરીના બનાવો બન્યા હતા.

તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને માનકુવા પોલીસ મથકના પીઆઇ ડી.આર.ચૌધરી અને તેમની ટીમે બાતમીના અધારે આરોપીઓને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓના કબજામાંથી રૂપિયા 5 હજારનો મુદામાલ રીકવર કરી અન્ય કેટલા આરોપીઓ આ ચોરીમાં સંડોવાયેલા છે તે સહિતની પુછપરછ હાથ ધરી છે.

તો, આ ચોરાઉ કેબલ ખરીદનાર મોટા રેહા ગામના શખ્સની પોલીસે મંગળવારે ધરપકડ કરી. અન્ય તસ્કરો સુધી પગેરૂ દબાવ્યું છે. પકડાયેલા આરોપીઓ પૈકી યાહયા ઉર્ફે જાવેદ કાસમ થેબા વિરૂધ અગાઉ હથિયાર રાખવા સબંધિત ગુનો માનકુવા પોલીસ મથકે નોંધાઇ ચુક્યો છે. અને મુસ્તાક આમદ નારેજા સામે પધ્ધર પોલીસ મથકમાં જાહેર નામાના ભંગ સબબ ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...