જાહેર સભા:અમદાવાદમાં રાહુલ ગાંધીની સભામાં કચ્છમાંથી1 હજાર કોંગી કાર્યકરો જોડાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અાપની જેમ કોંગ્રેસની પણ પ્રજાને સીધા લાભ અાપતી યોજના

અમદાવાદના રિવરફ્રન્ટમાં સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાની જાહેર સભા રખાઈ હતી, જેમાં કચ્છમાંથી 1 હજાર કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા. બુથ સ્તરીય સંમેલનમાં રાહુલ ગાંધીઅે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તે માટે કામેલાગી જવા અપીલ કરી હતી. તેમની મહત્ત્વની જાહેરાતો ઉપર પ્રકાશ પાડતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, જનતાને 10 લાખ સુધી વિના મૂલ્યે સારવાર, ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ, 300 યુનિટ વીજળી મફત, બેરોજગારોને 3000 રૂપિયા બેકારી ભથ્થું, મહિલાઅોને 50 ટકા નોકરીઅોમાં અધિકારી, સરકારી નોકરીઅોમાં કોન્ટ્રાકટ પદ્ધતિ નાબૂદ, દૂધ ઉત્પાદકોને લિટર દિઠ 5 રૂપિયા સબસિડી, 500 રૂપિયામાં રાંધણગેસનો બાટલો, ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો, 300 જેટલી અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઅો, કોરોનામાં મૃતક વ્યક્તિની પરિવારજનોને 4 લાખ વળતર સહિતની જાહેરાતો કરી હતી.સભામાં વાલજી દનિચા, તકીશા સૈયદ, વી. કે. હુંબલ, અરજણ ભુડિયા, ઘનશ્યામસિંહ ભાટ્ટી, રામદેવસિંહ જાડેજા જોડાયા હતા. અેવું અખબારી યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...