બોટ સાથે ઘૂસણખોર ઝડપાયો:લખપતના દરિયાઇ હરામીનાળામાં BSFના સર્ચ ઓપરેશનમાં 5 બોટ સાથે 1 પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો

કચ્છ (ભુજ )5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે મળેલી બોટ બાદ સલામતી દળોએ સઘન તાપસ ચાલુ રાખી હતી
  • સ્વતંત્રતા દિનના 10 દિવસ પૂર્વે જ બે દિવસમાં 7 પાકિસ્તાની બોટ ઝડપાઇ

દેશના 75માં સ્વાતંત્ર્ય દિવસની વર્ષગાંઠના માત્ર 10 દિવસ પૂર્વે પાકિસ્તાન સરહદને અડીને આવેલા કચ્છના દરિયાઈ ક્રિક વિસ્તારમથી છેલ્લા બે દિવસ દરમ્યાન સાત નાપાક બોટ સાથે 1 ઘૂસણખોર સીમા સુરક્ષા દળના હાથે ઝડપાતા સલામતી દળો વધુ સતર્ક બન્યા છે. ગઈકાલે BSFની 59 બટાલિયનને લખપત તાલુકાના દરિયાઈ ક્રિક વિસ્તાર હરામીનાળામાં પેટ્રોલિંગ દરમિયાન 2 પાક મોટર બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ સાથે આવેલા ઘૂસણખોર તેના દેશ તરફ ફરાર થઈ ગયા હતા. જોકે, સલામતી દળના જવાઓને સઘન તપાસ ચાલુ રાખી હતી અને આજે શુક્રવારે વધુ 5 બોટ સાથે 1 ઘૂસણખોર માછીમાર જવાનોને હાથ લાગ્યો છે.

સલામતી તંત્ર દ્વારા મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ
એક તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે શંકાસ્પદ પેકેટો મળવાનો શીલસિલો શરૂ થયો છે. તેની વિપરીત દિશાએ સતત બીજા દિવસે દેશની સીમા અંદર ઘૂસેલી 5 પાકિસ્તાની બોટ અને 1 ઘૂસણખોર ઝડપાતા સલામતી દળો વધુ સતર્ક બની ગયા છે અને મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગઈકાલે પકડાયેલી બોટમાં તેની બનાવટમાં અસમાનતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે, આપણા દેશના જવાનોની બાઝનજર અને સતર્કતાના કારણે નાપાક ઈરાદાઓને નિષ્ફળ બની રહ્યા છે તેમાં બેમત નથી. અલબત્ત પકડાયેલી બોટમાં માછીમારીના સાધન સાથે અન્ય વસ્તુઓ અંગે સલામતી દળોએ આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...