ચૈત્ર અને વૈશાખ મહિનામાં સાગરના પેટાળમાં મોટાપાયે ઉથલ-પાથલ થતી હોય છે અને અા સમય દરમ્યાન દરિયો અંબર, લાકડું સહિત ભંગાર અને કિંમતી વસ્તુઅો પણ અોળ (અોલ) મારફતે બહાર કાઢે છે. અબડાસાનો દરિયો પણ અાવી કિંમતી વસ્તુઅો બહાર કાઢવાની સાથે કેફી દ્રવ્યોની હેરફેરના કારણે હાલે ચર્ચામાં છે.
ચૈત્રમાં પિતૃ તર્પણ અને વૈશાખમાં લગ્નની સિઝન હોઇ તે રીતે અા બંને મહિના ધાર્મિક, સામાજિક રીતે ખુબ જ મહત્વતા ધરાવે છે જ પરંતુ અા બે માસમાં સાગરમાં થતી ઉથલ-પાથલના કારણે દરિયાઇ જીવસૃષ્ટિ માટે પણ ખુબ જ મહત્વતા ધરાવે છે.
સમુદ્રમાં ધરબાયેલી, ફેંકેલી તેમજ સમુદ્રમાં રહેલી જીવ સૃષ્ટિનો કચરો અા બે મહિનામાં બહાર અાવતો હોય છે, જેને દરિયો ખેડતા સાગરખેડૂ તેમજ કાંઠા વિસ્તારના ગામોના લોકો કચ્છીમાં અોલ અેટલે કે, અોળ કહેતા હોય છે. જાણકારોના કહેવા મુજબ વ્હેલ માછલી ઉલટી કરે છે, જેમાંથી અંબર જેવી કિંમતી વસ્તુ બને છે, જે પણ તણાઇને સાગર કાંઠે અાવતી હોય છે. અંબરની અેક કિલોની કિંમત 5થી 7 લાખ હોવાનું કહેવાય છે.
અા તો વાત થઇ કુદરતી પ્રક્રિયા થકી સાગર કાંઠે તણાઇ અાવતી કિંમતી વસ્તુઅોની પરંતુ અબડાસાનો દરિયો ચરસ સહિતના કેફી દ્રવ્યોના કારણે પણ દેશ-દુનિયામાં ચર્ચામાં છે અને સમયાંતરે સાગરકાઠા વિસ્તારમાંથી છૂટક-છૂટક ચરસ સહિતના કેફી દ્રવ્યોના પેકેટ સુરક્ષા અેજન્સીઅોને મળી રહ્યા છે.
અગાઉ અોળગ્રામપંચાયતમાં રાખી તેનું રેકર્ડ નિભાવાતું
દાયકાઅો પહેલા અોળ મારફતે તણાઇને અાવેલી કિંમતી વસ્તુઅો સ્થાનિક ગ્રામપંચાયતમાં સાચવવામાં અાવી હતી અને જે-તે પંચાયત દ્વારા તેનું રેકર્ડ નિભાવવામાં અાવતું હતું. ત્યારબાદ મહેસૂલી વિભાગ દ્વારા તેની જાહેર લીલામી કરવામાં અાવતી હતી અને તે પેટે થતી અાવક સરકારમાં જમા કરવામાં અાવતી હતી. જો કે, હાલે અાવી કોઇ વ્યવસ્થા નથી અને તે લાંબા સમયથી બંધ છે.
સિંધોડી, જખાૈ, પિંગ્લેશ્વર પટ્ટામાં મળ્યા છે અંબર
અંબરનો અમુક દવાઅો બનાવવામાં તેમજ ઉચ્ચકોટીના અતર, પરફ્યુમ બનાવવામાં ઉપયોગ થાય છે. અબડાસાના સિંધોડી, જખાૈ, રામપરગઢ, પિંગ્લેશ્વર સહિત દરિયાઇ પટ્ટામાં અગાઉ અંબર મળ્યાનું કહેવાય છે. અંબરની કિંમત મોટી હોઇ ચૈત્ર અને વૈશાખ મહિનામાં અબડાસાના અા સાગરકાંઠે લોકો ધોમધખતા તાપમાં પણ લોકો અંબર કે, અન્ય કિંમતી વસ્તુ મળવાની અાશામાં ચક્કર લગાવતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.