દાંતિવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી આવેલા રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ અને અધિકારીઓના પ્રેરણા પ્રવાસ અંતર્ગત વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતિવાડા કૃષિ યુનિવર્સિટી-કોઠારા અને આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી હતી અા તકે પ્રગતિશીલ ખેડૂતોઅે છાત્રોને ખેતી વિષયક યંત્રોી, દવા અંગે સમજ અાપી હતી.
છાત્રોઅે કોઠારા કેન્દ્ર ખાતે ચાલતા વિવિધ સંશોધન વિષયક અખતરાનું નિદર્શન કર્યું હતું. કેન્દ્રના વડા અને સહ સંશોધન વૈજ્ઞાનિક ડો. ડી. જી.પટેલ દ્વારા ખેડૂતોને કચ્છની ખેતીની વિસ્તૃત માહિતી અાપી હતી. દાંતિવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી આવેલા રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરીંગના આચાર્ય અને ડીન ડો. વી.એમ.મોદી, તેમની ટીમ દ્વારા કોઠારામાં બાયોગેસ આધારીત નિદર્શન મોડેલ અને સ્ટોલ દ્વારા અન્ય બીન પરંપરાગત ઉર્જાના ઉપયોગ અંગે ખેડૂતો માટે વિસ્તૃત માહિતી અને તાંત્રિક માર્ગદર્શન અાપ્યું હતું.
“જાદુગર કોબ્રા”ના દીપકવન એલ. ગોસ્વામી દ્વારા જાદુના વિવિધ પ્રયોગો તેમજ તેના રહસ્ય વિશે સાચી સમજણ આપી સમાજમાં રહેલી અંધશ્રદ્ધા દૂર થાય તે માટે મનોરંજન સાથે માર્ગદર્શન અાપ્યું હતું. સેવા સંસ્થા સાથે જોડાયેલા પ્રગતિશીલ મહિલા ખેડૂત શિતલબા સોઢાએ સંસ્થા દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે ચાલતી પ્રવૃત્તિઅો, પ્રસ્થાપિત બાયોગેસ પ્લાન્ટ અંગે માહિતી અાપી હતી. આમરવાંઢના પ્રગતિશીલ ખેડૂત ગફુરછાભાઇ દ્વારા સ્થાનિક પશુપાલકોને ખેતી અને પશુપાલનમાં પડતી મુશ્કેલીઓથી અવગત કર્યા હતા.
શુષ્ક વિસ્તારના અલ્પ વપરાશી અને ઉપેક્ષીત પાકો ખાટી આંબલી અને કોઠા(કોંટ)વિશે સમજ અપાઇ હતી. કેન્દ્ર ખાતે વિકસિત ખાટી આંબલીના કાતરા ફોલવાનું મશીન, બીજ કાઢવાના ઓજાર, ઘન જીવામૃત દળવાનું મશીન, દિવેલા ફોલવાનું મશીન, જીવામૃતના પ્લાન્ટ, વર્મીવોશ યુનિટ, સેંદ્રિય પ્રવાહી ખાતર પ્લાન્ટ, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, વેસ્ટ ડિકમ્પોઝર યુનિટ વિગેરે બનાવટ અને દવાઓમાં ઉપયોગીતા અંગે માહિતી અપાઇ હતી. અા તકે વરાડિયાના મીનાબા, હસીનાબેન, અનસુયાબા, ઓસમાણ બકાલી, કોઠારાના હીનાબેન જોષી, ભેદીના હરીભા સોઢા, કારૂભા સોઢા, અરજણભાઇ, વાંકુના જગદીશ ગોહિલ, અરજણપરના મણીલાલ પટેલનું આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ નિમિતે બાજરી અને જુવારથી સન્માન કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.