રજૂઆતો:મીઠીડેમથી મેઇનલાઇન કેનાલ માટે રામપર (અ) વાસીઓની તંત્રને ધા

નલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાયબ કલેકટરની રાત્રિ સભામાં ગ્રામજનોએ કરી વિવિધ રજૂઆતો

અબડાસાના રામપર ખાતે નાયબ કલેકટરના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજવામાં આવી હતી.જેમાં વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.તેમજ ગ્રામજનો દ્વારા સમસ્યાઓ રજુ કરવામાં આવી હતી. અબડાસા તાલુકાના રામપર(અબડા) ખાતે નાયબ કલેક્ટર દેવાગ રાઠોડના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજવામાં આવી હતી.

આ સભામાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.તેમજ ગ્રામજનોના વિવિધ પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. જેમાં ગામમાં મનરેગા કે કોઇ પણ ગ્રાન્ટમાંથી આંગણવાડી બનાવવી,ગટરલાઇનોના પ્રશ્નો, પીએમ આવાસ યોજના, પ્રાથમિક શાળાની બાજુમાં ગંદકી તથા ગટરનું પાણી દુર કરવા અંગે, ઠાકર મંદિર પાસે ગટરલાઇન નાખવી, કોલીવાસમાં કોમ્યુનિટી હોલ બનાવવુ બસ સ્ટેન્ડ સુધી ગામમાં આવવાનો ડામર રોડ બનાવવાનું તેમજ રામપર ગામના મીઠી ડેમથી મેઇનલાઇન કેનાલ બને તેવી ખેડૂતોએ માંગણી કરી હતી.

મીઠી ડેમ ઓવરફ્લો થાય ત્યારે આવા જવા માટે બ્રિજ ભવિષ્યમાં તુટી જશે તે માટે પુર સંરક્ષણ દિવાલ બનાવવા સહિતના પ્રશ્નોનો ગ્રામજનો દ્વારા રજુઆત કરવામાં આવ્યા હતા.રાત્રી સભામાં નાયબ કલેક્ટર દેવાંગ રાઠોડ, મામલતદાર ડો. અમિત ચોધરી, મદદનીસ તાલુકા અધિકારી અર્જુન આહિર, મકાન માર્ગ વિભાગના એન.એચ. સોલંકી સહિત અલાના ભુગર, સાલેમામદ લુહાર સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...