અભિયાન:નલિયામાં વરસાદ બાદ બીમાર ગૌવંશને બચાવવા ઝુંબેશ છેડાઇ

નલિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌપ્રેમીઓની સાથે ગ્રામ પંચાયત દ્વારા સારવાર અપાશે

નલિયામાં અનરાધાર વરસેલા વરસાદના કારણે બીમાર પડેલા રખડતા ભટકતા ગૌવંશને બચાવવા અભિયાન આદરાયું છે. ગૌપ્રેમીઓની સાથે ગ્રામ પંચાયત દ્વારા છેડાયેલી ઝુંબેશમાં ગૌધનની સારવાર શરૂ કરાઇ છે. ગામમાં રખડતા બીમાર ગૌવંશને એક જગ્યાએ એકત્રિત કરીને યોગ્ય સારવાર આપવાનું શરૂ કરાયું છે. બીમાર ગાય, વાછરડા કે આખલા સ્વસ્થ થઇ જશે એટલે તેને ગૌશાળામાં મૂકવામાં આવશે.

દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિસ્તારોમાં રિક્ષા ફેરવીને પશુ માલિકોને તેમના ચોપગા ગામમાં રખડતા ન મૂકવા અનુરોધ કરાયો હતો તેમ છતાં માલિકીના ઢોર પંચાયત હસ્તક આવશે તો તેને પરત આપવામાં નહી આવે અને જે તે માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.

બોકસ હે. ઐડામાં ગાય બાદ ભેંસોમાં પણ લમ્પી રોગથી ચિંતાઅબડાસા તાલુકામાં પણ ગાયોમાં લમ્પી નામના જીવલેણ રોગે પગપેસારો કર્યો છે તેવામાં ઐડા ગામે ભેંસો પણ આ બીમારીમાં સપડાતાં માલધારીઓમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. અબોલ જીવોને બચાવવા પશુ પાલન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સઘન રસીકરણ ઝુંબેશ ચલાવાય તેવી માગ પશુ પાલકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...