અબડાસા તાલુકા પંચાયત ખાતે મંગળવારે સામાન્યસભા યોજવામાં આવી હતી. જેમાં વર્ષ 2022-23નું સુધારેલુ અને 2023-24નું અંદાજપત્ર રજૂ કરી જિલ્લા પંચાયતને મંજરી માટે મુકવામાં અાવ્યું હતું. સભામાં ગત સભાની કાર્યવાહી નોંધનું વાંચન અને બહાલી, ગત સભામા થયેલ ઠરાવોની અમલવારીની મંજૂરી અાપવામાં અાવી હતી. તો અબડાસા તાલુકા પંચાયત વર્ષ 2022-23 ના વર્ષના સુધારેલ અંદાજ પત્ર તથા આગામી 2023-24ના વર્ષ અંદાજપત્ર મંજૂર કરવામાં અાવ્યો હતો. તો અબડાસા તાલુકા પંચાયત વર્ષ 2022-23 નાં બાકી માસિક હિસાબોને બહાલી પણ અપાઇ હતી.
તો અન્ય બાબતોની ચર્ચા કરવામા આવી હતી. સભામાં મંજૂર કરેલા સુધારેલા અને અંદાજિત બજેટને અવલોકન અર્થે જિલ્લા પંચાયત ખાતે મોકલવામાં અાવશે. વર્ષ 2023-24 અંદાજ પત્રમાં 7355.67 લાખની આવક બતાવામાં અાવી છે. જ્યારે તેની સામે 6591.22 લાખનો ખર્ચ દર્શાવાયુ છે.
તો 6226 લાખની બંધ સિલક રૂપી પુરાંત બતાવામાં અાવી હતી. જિલ્લા પંચાયતમાંથી બજેટ મંજૂર થઇને અાવ્યા બાદ ફરી તાલુકા પંચાયત ખાતે 31 માર્ચ પહેલા અા બજેટ મંજૂર કરવામા આવશે.અા બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી હસમુખ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ તેજબાઇ લાખ કેર, તાલુકા પંચાયત ઊપપ્રમુખ મોકાજી સોઢા વગેરે હાજર રયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.