ફરિયાદ:નલિયા બસસ્ટેશનના બાથરૂમમાં મુસ્લિમ યુવકે સગીરા સાથે કરી શારીરિક છેડછાડ

નલિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભોગબનારની રાડા રાડથી સફાઇ કર્મી મહિલા અને લોકોનું ટોળું ભેગું થઇ જતાં આરોપી ભાગી ગયો હતો

નલિયા એસટી ડેપોના બાથરૂમમાં ગયેલી સગીરા સાથે મુસ્લિમ યુવકે બળજબરીથી હાથ પકડીને શારિરીક છેડડાડ કરી હતી. ભોગ બનાર સગીરાના પિતાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ સોમવારે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદીની 17 વર્ષની દિકરી નલિયા એસટી બસ સ્ટેશનના બાથરૂમમાં ગઇ હતી. ત્યારે નલિયા ખાતે ભજીર ફળિયામાં રહેતો મુસ્તાક ઉર્ફે અકુડી ફકીરમામદ ભજીર નામનો શખ્સ બાથરૂમમાં ઘુસી આવ્યો હતો. અને ભોગબનાર સગીરાનો હાથ પકડી તુ મારા સાથે વાત કેમ નથી કરતી મને પ્રેમ કેમ નથી કરતી કહીને બાથમાં ભીડી બળજબરી શરૂ કરી હતી.

જેથી સગીરાએ રાડા રાડ કરી મુકતા તુરંત સફાઇ કામદાર નાથીબાઇ કાનજીભાઇ મહેશ્વરી અને નેનબાઇ લખુ મહેશ્વરી નામની બે મહિલા દોડી આવી હતી. તથા આસપાસથી લોકો ભેગા થઇ જતાં બાથરૂમમાંથી આરોપી મુસ્તાક નીકળીને ભાગ્યી ગયો હતો. જો કે બાદમાં નલિયા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપી વિરૂધ છેડતી પોકસો સહિતની કલમ તળે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...