રૂપિયા 21,04,820 ની કિમતના દારૂનો નાશ:નલિયામાં રૂ21 લાખના શરાબ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું

નલિયા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નલિયા,કોઠારા,વાયોર અને જખૌ પોલીસે ચાર વર્ષમાં કબ્જે કર્યો હતો માલ

અબડાસા તાલુકાના નલિયા,કોઠારા,વાયોર અને જખૌ પોલીસ સ્ટેશનમા પકડાયેલ દારૂનુ નાશ કરાયો છે.નલિયા રેલવે સ્ટેશનની પડતર જગ્યામાં પોલીસ,મામલતદાર અને પ્રાંત અધિકારીની હાજરીમાં વર્ષ 2018 થી 2021 સુધી પકડાયેલ રૂપિયા 21 લાખના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

નલિયા રેલ્વે સ્ટેશનની પડતર જગ્યામાં નલિયા પોલીસ સ્ટેશન, વાયોર પોલીસ સ્ટેશન, કોઠારા પોલીસ સ્ટેશન, જખૌ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018 થી વર્ષ 2021 સુધી પકડાયેલા દારૂનો કોર્ટના આદેશથી નાશ કરવામાં આવ્યો હતો.ડીવાયએસપી બી.બી.ભગોરા, સીપીઆઇ એચ.એમ.વાઘેલા,નલિયા પીએસઆઇ વી.આર.ઊલવા,કોઠારા પીએસઆઈ વાય.પી.જાડેજા,વાયોર પીએસઆઇ આઇ.આર.ગોહિલ,જખૌ પોલીસ સ્ટેશનના વી.આર.ડામોર અને પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ,મામલદાર ડો અમિત ચોધરીની ઉપસ્થિતિમાં રૂપિયા 21,04,820 ની કિમતના દારૂનો નાશ કરવામાં આવ્યુ હતું.

જેમાં નલિયામાંથી પકડાયેલ બિયર 100, મોટી બોટલ 1600, નાની બોટલ 0, સેમ્પલ 0 કુલ કીમત રૂપિયા 5,69,850 વાયોર પોલીસ મથકમાં બિયર 0,બોટલ મોટી 161, નાની બોટલ 0, સેમ્પલ 0 કુલ રૂપિયા 62,650 જખૌ પોલીસ મથકમાં બિયર 0, મોટી બોટલ 35, નાની બોટલ 0, સેમ્પલ 1 કુલ રૂપિયા 12,600 અને કોઠારા પોલીસ મથકમાં બિયર 1775, બોટલ મોટી 2863, બોટલ નાની 1175, સેમ્પલ 7 કુલ રૂપિયા 14,59,720 ના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...