કૃષિ:મગફળી ખરીદવા છેક તામિલનાડુથી વેપારીઓ આવ્યા

નખત્રાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા સહિતના વિસ્તારમાં મગફળી ખરીદવા છેક તામિલનાડુથી વેપારીઅો અાવી પહોંચ્યા છે. નખત્રાણામાં મગફળી ખરીદવા અાવેલા વેપારી શક્કરૈયા તમિલે કહ્મુ હતુ કે ત્યાં તેઅો નખત્રાણાની મગફળીને બિયારણ તરીકે ઉપયોગમાં લે છે. છેલ્લા 35 વરસથી પશ્ચિમ કચ્છમાંથી તેઅો મગફળી તમિલનાડુ લઇ જાય છે.

પશ્ચીમ કચ્છના ઘડુલી, કોટડા જ, દયયાપર, નખત્રાણા, ગઢસીસા સહિતના વિસ્તાર માંથી અોક્ટોબરથી ડિસેમ્બર સુધી અંદાજે 400 ટ્રકમાં અંદાજે 2 લાખ બોરી મગફળીની વેપારીઅો તામિલનાડુ લઇ જાય છે. અા વેપારીઅો બે મહિના સુધી કચ્છમાં ફરીને મગફળી ખરીદે છે. સ્થાનિક ખેડૂતોને પણ મગફળીનો સ્થાનિકેથી વધુ ભાવ આપતા હોવાથી અહીંના ખેડૂતો પણ રાજીખુશીથી પોતાનો માલ વેચે છે.

અન્ય સમાચારો પણ છે...