રજૂઆત:રસલિયામાં ગૌચર પર દબાણ, જમીનની માપણી કરો

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના આગેવાને નાયબ કલેક્ટર સમક્ષ કરી રજૂઆત

નખત્રાણા તાલુકાના રસલિયામાં 600 એકર ગૌચર જમીન પર 51 જેટલાં દબાણ કરાયા છે તેવા આક્ષેપ સાથે નખત્રાણાના નાયબ કલેક્ટર સમક્ષ કરાયેલી રજૂઆતમાં જમીનની માપણી સાથે હદ નક્કી કરવાની માગ ગામના અગ્રણી દ્વારા કરાઇ છે.

સર્વે નં. 370/20 વાળી 600 એકર જેટલી જમીનના 7/12 અને 8/અમાં તેમજ ચતુર્દિશા અને નક્શામાં પણ ગૌચર દર્શાવાઇ છે પણ નિશાન અને માપણી કરી ન હોવાથી હદ નક્કી થતી નથી. જમીન પર 51 જેટલાં દબાણ કરાયાં છે. છેલ્લા દાયકાથી ગામની સીમમાં પવનચક્કીઓ આવતાં તેમના વીજ પોલ અને વાયરો ગૌચર અને સરકારી જમીન પરથી પસાર થતા હોવાથી ગામની ગૌ સમિતિ દ્વારા કંપનીઓ પાસેથી ગાયોના નામે 35થી 40 લાખ રૂપિયા લેવાયા છે તેવો આક્ષેપ અગ્રણી જુવાનસિંહ જીલુભા જાડેજાએ કર્યો હતો. જો જમીનની માપણી કરાય તો હદ નક્કી થયેથી ભવિષ્યમાં તેના પર દબાણો થતાં અટકશે અને હાલના દબાણો દૂર થઇ શકશે. ગાયો માટે જમીન અનામત રાખવામાં આવે અને ગૌ સમિતિ દ્વારા જમીનની માપણી કરાવાય તેવી માગ ગામના આગેવાને કરી હતી.

અન્ય સમાચારો પણ છે...