નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી પંથકમાં મોટાપાયે ફુલેલા કોલસાના વ્યવસાયથી લોકો બે પાંદડે થયા છે અને હવે ગાંડા બાવળની ફળી પણ શ્રમજીવીઅો માટે રોજગારીનું સાધન બની ગઇ છે. ખુબ જ અોછી મહેનત અને અોછા પાણી વડે ટકી રહેતા ગાંડા બાવળની ફળીમાંથી પશુઅો માટે ઉત્તમ અાહાર તૈયાર કરાય છે. મોટા ગજાના વેપારીઅો ગ્રામ્ય વિસ્તારોમાંથી ગાંડા બાવળની ફળીની ખરીદી કરી અાધુનિક થ્રેસર મશીન વડે વિવિધ પ્રક્રિયાઅો કર્યા બાદ પશુઅો માટે ઉત્તમ અાહાર બનાવાય છે.
હાલે અા પંથકમાં ખેતીવાડી કે, રોજગારી અન્ય તકો ઉપલબ્ધ નથી ત્યારે શ્રમજીવી લોકો વહેલી સવારે સીમાડા ખુંદી વળે છે અને ગાંડા બાવળની ફળી અેકત્ર કરીને બપોર સુધી 60થી 100 િકલો ફળી અેકત્ર કરી લે છે. વેપારીઅો દ્વારા કિલોના રૂ.4થી 5ના ભાવે ફળી ખરીદ કરાય છે, જેથી શ્રમજીવીઅો દરરોજ રૂ.300થી 500 કમાવી લે છે. હાલે શાળાઅોમાં વેકેશન હોઇ બાળકો પણ વાલીઅો સાથે ફળી વીણવા માટે નીકળી પડે છે. અેપ્રિલથી જૂન મહિના દરમ્યાન અા પંથકના લોકો માટે ગાંડા બાવળની ફળી રોજગારીનું સાધન બની જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.