નખત્રાણા તાલુકાના નાના અંગિયા , ધાવડા પંથકમાં ઓર્ગેનિક રીતે ઉત્પાદિત ડુંગળીની ખરીદી તરફ લોકો વળ્યા છે. જો કે, પ્રાકૃતિક ખેતીમાં ખર્ચની સરખામણીએ ઉપજના ભાવ ઓછા મળે છે તેમ કિસાનોનું કહેવું છે. આ અંગે નાના અંગિયાના મહેન્દ્ર પી.પારસિયાએ જણાવ્યું હતું કે, તેમણે આ વખતે માત્ર 1 એકરમાં અખતરા રૂપે ઓર્ગેનિક ડુંગળીનો પાક લીધો હતો અને એક એકરમાં કુદરતી છાણીયા ખાતર અને ટપક પદ્ધતિનો ઉપયોગ કરીને 25 ટન જેટલો પાક મળ્યો છે. ખેડૂત જ્યારે ડુંગળી વાવતો હોય છે , ત્યારે બજારમાં 60 થી 70 રૂપિયાના ભાવે છૂટક વેચાતી હોય છે.અને ડુંગળી તૈયાર થઈ જાય અને બજારમાં વેચાણનો સમય આવે ત્યારે માત્ર બાર રૂપિયા જ ભાવ આવે છે. ખર્ચા બાદ કરતાં નજીવી રકમ જ હાથમાં આવે છે.”
સામાન્ય રીતે ડુંગળી ચારેક માસ સુધી સારી રહી શકે છે. અને જો વધુ સમય રાખવી હોય તો તેના માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવી પડે છે. જોકે તે ખૂબ જ ખર્ચાળ હોવાથી કોઈ ખેડૂત ડુંગળીનો વધુ સમય સંગ્રહ કરતા નથી. અને જે ભાવ મળે તેનાથી સંતોષ માનીને ડુંગળીને વેચી દેવાની ફરજ પડતી હોય છે. આ વખતે પાક ના વેચાણ બાદ માત્ર નજીવી રકમ પણ હાથમાં માંડ માંડ આવી છે.જેથી આવતા વર્ષે ડુંગળીના પાક ના બદલે અન્ય કોઈ પાક કિસાનો લેશે તો સ્વાભાવિક રીતે વધુ માંગ અને ઓછા ઉત્પાદનના કારણે આગામી વર્ષે ડુંગળીના ભાવ વધશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.