પાણીની વ્યવસ્થા:નખત્રાણા વન વિભાગે જંગલમાં પશુ-પક્ષીઓ માટે કરી પાણીની વ્યવસ્થા

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિબર પાસે તળાવ ભર્યું, પક્ષીઓ માટે વિવિધ સ્થળે કુંડા મૂક્યાં

કચ્છમાં પડી રહેલી કાળઝાળ ગરમીના પગલે પશુ-પક્ષીઓની હાલત દયનીય બની છે તેવામાં નખત્રાણા વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની તરસ છીપાવવા ભગીરથ કાર્ય કરવા મા આવ્યું છે જે અંતર્ગત અનેક સ્થળે પાણીના કૂડા મુકાયા છે તો બિબરનું તળાવ પાણીથી ભરવામાં આવ્યું છે.

તાલુકાના બિબર ગામના સીમાડામાં આવેલા ત્રિપુરારિ મહાદેવ મંદિર પાસેના તળાવને વનવિભાગ દ્વારા નર્સરીમાંથી સોલાર પ્લાન્ટની મદદથી પાણીથી ભરવામાં આવ્યું છે જેમાં અસંખ્ય પક્ષીઓ તેમજ જંગલી વન્ય પ્રાણીઓ પાણી પી તરસ છીપાવે છે. તળાવ વિસ્તારમા મોર, ચિંકારા, નીલગાય તેમજ અન્ય જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે.તદઉપરાંત વિવિધ વિસ્તારોમા પાણીના કુંડા લટકાવી વન વિભાગ પક્ષીઓ માટે જંગલમા વીરડી સમાન સાબિત થઇ રહ્યો છે.

સરીસૃપ જીવો માટે પણ નર્સરી પાસે પાણી ના કુંડા મુકવા મા આવ્યા છે. નખત્રાણા પૂર્વ રેન્જ ના આરએફઓ કરણસિંહ રાજપૂતના માર્ગ દર્શન હેઠળ આ કામ કરાઈ રહ્યું છે જેમાં વન વિભાગ ના અશોક મકવાણા, એમ. જે. ખુમખાણીયા સહિતના સહયોગી બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...