જિંદાય ગામના સીમાડા વિસ્તારમાં ત્રીસેક ફૂટ ઊંડા અવાવરૂ કુવામાં એક ગાય પડી જતા બચાવ અભિયાન હાથ ધરાયું હતું. અકસ્માતે પડી ગયેલી ગાયને બચાવવા માટે ક્રેનની મદદથી ચાર કલાકનો રેસ્ક્યું ઓપરેશન કરીને, અવાવરૂ કુવામાં ઉતરીને નખત્રાણા ગૌ રક્ષા દળના સભ્યો દ્વારા સહી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.
કુવામાં અકસ્માતે એક ગાય પડી ગયાની જાણ નખત્રાણા ગૌરક્ષા દળ ટીમને થતાં ક્રેન લઈને ગૌ સેવકો સાથે જીંદાય ગામના વાડી વિસ્તારમાં તાત્કાલિક પહોંચીને અોપરેશન હાથ ધર્યું હતું. કુવામાંથી ચાર કલાકની સતત મહામહેનતે ગાયને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.
આ સેવા કાર્યમાં ગૌરક્ષા દળના પશ્ચિમ કરછના અધ્યક્ષ જસવંતગીરી ગોસ્વામી, હિતેન કેસરાણી, રણજીતસિંહ સોઢા, કલ્પેશ લુહાર, નરપતસિંહ સોઢા, અંકીત રામાણી, નખત્રાણા ગૌરક્ષા ટીમ તેમજ નાગલપર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રમેશ સિજુ, હરિ આહીર, ભરત આહીર, દેવજી આહીર, કરમશી સીજુ, બાબુભાઈ સિજુ વગેરે ગૌપ્રેમીઓ આ સેવા કાર્યમાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.