નખત્રાણા તાલુકાના ઢોરાથી હાજીપીરનો જોડતો માર્ગ અતિ ખખડધજ થઇ જતાં તેની મરંમત માટે વારંવાર રજૂઆત કરાઇ હતી જે ન સંતોષાતાં ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન છેડાયું હતું. જો કે, આખરે રોડનું સામારકામ શરૂ કરાતાં લડતનો અંત આવ્યો છે.
જર્જરિત માર્ગ રિપેર કરવાની માગ સાથે લુડબાયના સરપંચ જબાર જત અને ગામ લોકોની આગેવાની હેઠળ ચક્કાજામ આંદોલન છેડાયું હતું. જેને પગલે હરકતમાં આવેલા ઔદ્યોગિક એકમ દ્વારા કામ શરૂ કરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. કંપની દ્વારા રસ્તામાં પડેલા ખાડાઓ પુરવામા આવ્યા હતા તેમ અગ્રણી જબાર જતે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.