કૃષિ:પશ્વિમ કચ્છમાં ખારેક, સક્કરટેટી અને કપાસના પાકમાં વ્યાપક નુકસાન

નખત્રાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદથી મુન્દ્રા અને માંડવી વિસ્તારમાં ખારેકના પાકને હાનિ

પશ્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા, લખપત તેમજ માંડવી અને મુન્દ્રા તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદ પડી જતા ખારેક, શક્કરટેટી અને કપાસના પાકમાં વ્યાપક નુકસાની થઇ હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે. નખત્રાણા પંથકના ગામડાના ખેડૂતોનો ઉભો પાક સડી જતાં હાલાકી ઉભી થઇ છે. રામપર ( પિયોણી ) વિસ્તારમાં સક્કરટેટીનો પાક સંપૂર્ણ પણે બગડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે રામપરના કિસાન ઈશ્વર મનજી કેશરાણીએ જણાવ્યું હતું કે તેમણે પોતાની વાડીમાં પાંચ એકરમાં સક્કરટેટીનો પાક લીધો હતો. એકધારો વરસાદ પડતાં ખેતરના ચાસમાં પાણી ભરાઈ જતા 25 ટન જેટલો પાક નાશ પામતાં પાંચ લાખ જેટલું નુકશાન થયુ છે. વિથોણના વેલજીભાઈ પટેલે દાડમ અને કપાસના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની ભીતિ દર્શાવી હતી. મોહન કેશરાણીના જણાવ્યા અનુસાર બારહી ખારેકને પણ અવિરત વરસેલા વરસાદથી મોટું નુકશાન થયુ છે. જોકે જે ખેડૂતોએ પ્લાસ્ટિકથી ખારેકને રક્ષણ આપેલુ છે તેમને 10 ટકા જેટલી જફા પહોંચી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...