નખત્રાણામાં તાલુકા સંકલનની બેઠકમાં સુજલામ સુફલામ યોજનાના કામોમાં ઝડપ લાવવા, ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરું આયોજન સહિતના મુદ્દે ચર્ચા કરાઇ હતી. નખત્રાણા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી મેહુલકુમાર બરાસરાના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલનની બેઠક મળી હતી.
બેઠકમાં અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલ, ન્યાય સમિતિના ચેરમેન લીલાબેન મહેશ્વરી, એટીવીટી સભ્ય દિલીપ નરસિંગાણી, દિનેશ વાઘેલા, ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી સહિતનાઅોઅે સુજલામ સુફલામના કામો ઝડપથી થાય, તાલુકાના મહત્વના ડેમ, તળાવો ઊંડા કરવા, ચોમાસા પૂર્વે સમારકામ કરવા, ઉનાળામાં પાણીની સમસ્યા નિવારવા અાગોતરું અાયોજન, અંગિયા રોડ પહોળો કરવા, નખત્રાણાનો બાયપાસ રોડ જૂના નકશા પ્રમાણે મંજૂર કરવા, મનરેગા હેઠળ આંગણવાડી કેન્દ્રના કામો ઝડપથી કરવા, સુજલામ સુફલામ યોજનાના કામો વ્યવસ્થિત થાય અને આ કામોના ખાતમુહૂર્તમાં સ્થાનિક ગામના પ્રતિનિધિ સરપંચોને હાજર રાખવા, નખત્રણા રવાપર રોડની સાઈડો પર ભરાઈ કરી વ્યવસ્થિત કરવા રોલર ફેરવવા, અમારાથી રવાપર રોડનું સમારકામ, નખત્રાણા-ભુજ રોડ પર આવેલા બમ્પ પર ડિઝાઇન રાખવા, રોહા સુમરી દલિતવાસમાં 11 કેવી લાઈન હટાવી જર્જરીત વાયરો બદલવા સહિના મુદાઅોની ચર્ચા કરવામાં અાવી હતી. બેઠકમાં મામલતદાર એફ.ડી. ચૌધરી, પાણી પુરવઠા, વન વિભાગ સહિત તાલુકાની વિવિધ કચેરીઅોના અધિકારી, કર્મચારીઅો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.