રજૂઆત:અબડાસા, લખપત, નખત્રાણા તાલુકામાં ઘાસનો જથ્થો ફાળવો

નખત્રાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યની ચારાની તંગી નિવારવા CMને રજૂઆત
  • ભુખ્યા પશુઓમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટવાથી રોગચાળો પ્રસરી રહ્યો છે

અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં ઘાસચારાની તંગી દુર કરવા માટે ધારાસભ્યઅે મુખ્યમંત્રીને રજૂઅાત કરી છે.અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે અને કચ્છમાં ચોમાસા દરમ્યાન અોછા અનિયમિત વરસાદના કારણે ઘાસચારાની સતત ખેંચ રહે છે. અબડાસા મત વિસ્તારના ત્રણેય તાલુકાઅોમાં પશુધનની સંખ્યા વધુ છે, જેથી ઉનાળાના કપરા કાળમાં પશુઅોનો નિભાવ મુશ્કેલ બને છે.

વર્તમાન સમયે અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં ઘાસચારાની તીવ્ર અછત વર્તાઇ રહી છે અને સીમ વિસ્તારમાં ઘાસનું તણખલું પણ જોવા મળતું નથી. અાવી પરિસ્થિતિમાં રૂપિયા દેવા છતાં પણ ઘાસચારો મળવો મુશ્કેલ છે. વધુમાં ઘાસની અછત વચ્ચે તેના ભાવ અાસમાનને અાંબી રહ્યા છે. ભૂખ્યા પશુઅો નબળા પડી રહ્યા છે અને તેમની રોગ પ્રતિકારક શક્તિ ઘટી રહી છે, જેના કારણે રોગચાળો ઝડપથી પ્રસરી રહ્યો છે અને કિંમતી પશુધન મોતના મુખમાં ધકેલાઇ રહ્યો છે ત્યારે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાઅે મુખ્યમંત્રી, મહેસૂલમંત્રી, પશુપાલનમંત્રી વગેરેને રજૂઅાત કરી અા ત્રણેય તાલુકાઅોમાં તાત્કાલિક ઘાસનો પૂરતો જથ્થો િવનામૂલ્યે ફાળવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...