નખત્રાણા તાલુકાના સાંગનારામાં પવનચક્કીનો વિરોધ થયા બાદ હવે મોસૂણામાં ગ્રામજનોએ પવનચક્કીનું કામ અટકાવીને પર્યાવરણ અને ચારિયાણ બચાવવા ઉગ્ર લડત છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. અગાઉ ગામમાં પવનચક્કીના કારણે થતાં નુક્સાન બાબતે આવેદન આપવા છતાં શનિવારે પવનચક્કીનું કામ શરૂ કરાતાં એકજૂટ થયેલા લોકોએ કામ બંધ કરાવ્યું હતું.
રોષે ભરાયેલા ગ્રામજનોએ જણાવ્યું હતું કે, કાયદાનો સહારો લઇ પોલીસને સાથે રાખી બળજબરી પૂર્વક સીમાડામાં કામ કરાય છે તે યોગ્ય નથી. ગામમાં ચારિયાણની જમીન બચી છે તેને બંજર બનવા નહીં દઇએ. કોઇપણ ભોગે પવનચક્કીનું કામ કરવા નહી આપીએ તેમ કહેતાં જરૂર પડ્યે ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. જલા દેવરા, રામા હભુ, સરપંચ રામજી વીસા બડિયા, રાણા હીરા, વંકા ગાભા સહિતના આગેવાનોએ ગામનો ડેમ તોડીને પવનચક્કી ઉભી કરવાનો થતો પ્રયાસ રોકાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.