રજૂઆત:અબડાસા વિધાનસભા : તાલીમ છેક હોથીવાંઢમાં રખાતા કર્મચારીઓ હેરાન

નખત્રાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓને આવવા-જવામાં થતી મુશ્કેલી અંગે શિક્ષક સમાજે રજૂઆત કરી

કચ્છમાં વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે વહીવટી તંત્રઅે તૈયારીઅો શરૂ કરી દીધી છે અને તાલીમ અાપવામાં અાવી રહી છે. જેમાં અબડાસામાં યોજાતી તાલીમ અંગે શિક્ષક સામાજે વાંધો ઉઠવાવ્યો છે. અબડાસા વિધાનસભા સીટ અંગે ત્રણ તાલુકાના કાર્મચારીઅોની તાલીમ અબડાસાના હોથીવાંઢ ખાતે યોજાતા અન્ય તાલુકાના કર્મચારીઅો હેરાન થઇ રહ્યા છે. અા અંગે શિક્ષક સમાજે વાંધો લઇ રજૂઅાત કરી છે.

હોથીવાંઢ ખાતે શનિવારથી તાલીમ શરૂ થઇ છે. જે બાબતે અન્ય તાલુકાના કર્મચારીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. અંતરિયાળ ગામડાના કર્મચારીઓને 100 થી વધુ કિલોમીટર ( આવ-જાવ 200 કિલોમીટર ) દૂર બોલાવતા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી. ખાસ કરીને નખત્રાણાના છેવાડાના ગામડાઅોમાંથી તાલીમમાં જવામાં ભારે અગવડતા થાય છે. અામ તો વિવિધ ચૂંટણીઅોમાં તાલુકા દીઠ તાલીમ અાપવામાં અાવતી હોય છે.

તેના કારણે કર્મચારીઅોને મુશ્કેલી થતી નથી અને સમયસર પહોંચી પણ શકાય છે. પરંતુ અાવી રીતે છેક હોથીવાંઢ તાલીમ રખાતા સમયસર સ્થળ પર પહોંચવામાં ખુબ જ મુશ્કેલી થાય છે. મહિલા કર્મચારીઅોને વધારે મુશ્કેલી થાય છે. અા અંગે નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા નખત્રાણા મુકામે તાલીમ અને બેઠકનું આયોજન કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

હાલ અબડાસાના મરીન કમાન્ડો સેન્ટર અનામત પોલીસ દળ હોથીવાંઢ મધ્યે પહોંચવા માટે શિક્ષક કર્મચારીઓને ભારે અગવડતા ઊભી થઇ રહી છે. શિક્ષક સમાજના પ્રમુખ રામુભા જાડેજા દ્વારા નખત્રાણા મામલતદારને લેખિત જાણ કરી અા અંગે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...