ભુજ-નખત્રાણા હાઈવે પર નવી મંજલ નજીક ટ્રક અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાતા દેવપર યક્ષ ગામના 54 વર્ષીય નિવૃત વન કર્મચારીનું ઘટના સ્થળે મોત થયું હતું.જયારે અન્ય બે મહિલાઓને હેમરેજ અને ફેકચર સહિતની ઈજાઓ પહોચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
ભુજ-નખત્રાણા હાઈવે પર નવી મંજલ નજીક બપોરે 3 વાગ્યાના અરસામાં ટ્રક અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત થયો હતો.ભુજથી દેવપર યક્ષ તરફ આવતી અલ્ટો કાર નંબર જી.જે.12 એકે 4492 નવી મંજલ બસ સ્ટેન્ડ નજીક ગેસના ખની બાટલા ભરી ભુજ તરફ જતી ટ્રક નંબર જી.જે.03 એટી 2856 સાથે અથડાઈ હતી.
અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર દેવપર યક્ષના 54 વર્ષીય નિવૃત વન કર્મચારી મહેન્દ્રસિંહ કરશનજી જાડેજાનું ઘટના સ્થળે મોત થયું હતું.જયારે તેમના પત્ની મીનાબા અને પુત્રવધુ દિવ્યાબાને હેમરેજ અને ફેકચર સહિતની ઈજાઓ પહોચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.અલ્ટો કારમાં સવાર અન્ય બે બાળકોને પણ સામાન્ય ઈજાઓ થઇ હતી.અકસ્માતમાં નિવૃત વનકર્મીના મોતથી શોકની લાગણી ફેલાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.