નખત્રાણા તાલુકાના નાના રાણારાના સીમાડામાં રાજાશાહી વખતનું તળાવ આવેલું હતું, જે પવનચક્કી ઉભી કરવા માટે દાટી દેવાતાં માલધારીઅોઅે નાયબ કલેક્ટરને રજૂઅાત કરી છે. ચુડેલ તળાવ તરીકે અોળખાતા આ તળાવને કંપનીએ પવનચક્કી ઊભી કરવા પાળ તોડી દાટી દીધુું છે અને બળજબરીપૂર્વક પવનચક્કી ઊભી કરાઈ રહી છે. આ તળાવમાં 12 મહિના સુધી ચાલે તેટલું પાણી સંગ્રહ થઈ શકે એમ હતું અને અા તળાવમાં અધોછની, રાણારા ગામનો પશુધન પાણી પીવે છે.
બંને ગામોમાં ગાય, ભેંસ, બકરી, ઘેટાં સહિત 1200 જેટલું પશુધન છે, જે કંપનીઅે દાટી દેતાં હવે પશુધન માટે પીવાના પાણીનો પણ પ્રશ્ન ઉભો થયો છે. એક બાજુ સરકાર ડેમ, તળાવ ઊંડા કરવા માટેની ભલામણ કરી રહી છે ત્યારે અહીં તો પવનચક્કી ઉભી કરવા કંપનીએ આખું તળાવ જ દાટી નાખ્યું છે. આધોછની અને રાણારા ગામના માલધારીઓએ નાયબ કલેક્ટર, મામલતદારને આવેદનપત્ર પાઠવી પવનચક્કી અન્યત્ર ખસેડવા માંગ કરી છે. અા તકે માલધારીઅો રબારી જેસા કારા, રબારી રાણા મંગલ, રબારી કરણા લખમીર, રબારી પરબત આશા, રબારી વંકા ખેંગાર, રબારી દેવરાજ હભુ, રબારી સામત મંગલ, રબારી વંકા કારા, રબારી રામા સોમા, રબારી નથુ પોપટ વગેરે હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.