સમસ્યા:મુન્દ્રાના બારોઇ રોડ સ્થિત દબાણરૂપ રેકડીઓ ખસેડવાનું મુહૂર્ત ક્યારે ?

મુન્દ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોટ અંદરના લારીધારકો નું આઝાદ મેદાન માં સ્થળાંતર કરાયું પણ
  • નગર કરતા બમણાં વેગમાં અતિક્રમણ થયું હોવાનું સ્પષ્ટ ચિત્ર ઉપસ્યું: પાલિકા સુસ્ત

મુન્દ્રા બારોઇ ને સંયુક્તપણે સુધરાઈ નો દરજ્જો મળ્યા બાદ વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા હલ કરવાના આશય સાથે સુધરાઈ દ્વારા કોટ અંદર છૂટક વેપાર કરતા 100 થી વધારે લારીધારકો નું આઝાદ મેદાન ખાતે સ્થળાંતર તો કરાયું પરંતુ બીજા તબક્કા માં પાલિકા અતિ વિકસિત એવા બારોઇ રોડ વિસ્તારના અતિક્રમણ કરતાં રેંકડી ધારકો ને સાર્વજનિક પ્લોટ માં ખસેડવા મુદ્દે સુસ્તી દર્શાવતી હોવાનું દેખાઈ આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુધરાઈ ની સામાન્ય સભા માં લારીધારકો ને ખસેડવા મુદ્દે ચર્ચા થયા બાદ કોટ અંદરના લારીધારકો ને ખસેડવાની તાત્કાલિક ધોરણે અમલવારી કરવામાં આવી હતી.પણ બારોઇ રોડ ના અતિક્રમણકારો ને સાર્વજનિક પ્લોટમાં તબદીલ કરવા સંદર્ભે ઢીલ નજર આવતાં નગરના રેંકડી ધારકો માં અસંતોષ ની લાગણી વહેતી થઇ છે.

બારોઇ રોડ પર વિના રોકટોક દબાણ સાથે ભાડા વસૂલાત
નગરના વિકાસ બાદ ભારે ટ્રાફિક ધરાવતા બારોઇ રોડ પર દુકાનધારકો બેરોકટોક મુખ્ય માર્ગ સુધી ની જગ્યા રોકી દબાણો ખડકી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.ઉપરાંત તગડું ભાડું વસુલતા વેપારીઓ શહેરી વ્યવસ્થા સુચારૂ બનાવવામાં મદદરૂપ થવાને બદલે ઉલ્ટું દબાણ કરી બીજાને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે સુધરાઈ દ્વારા વોટબેંક ભૂલી ઉદાહરણ રૂપ પગલાં ભરાય તેવી માંગ ઉઠી છે.

અમારો ધંધો પડી ભાંગ્યો અને બારોઇ માં જલસા
બીજી તરફ આઝાદ મેદાનમાં ખસેડાયેલા બકાલા અને ખાણી પીણી વાળાઓ અમે નગરની સમસ્યાને અનુલક્ષી ને સુધરાઈ ને સહયોગી થયા હાલ અમારો ધંધો પણ તદ્દન અડધો થઇ ગયો જયારે બારોઇ રોડ પર અતિક્રમણકારો ને જલસા હોવાની લાગણી વ્યક્ત કરી ત્યાં પગપેસારો કરવાનું વિચારી રહ્યા છે.વિશેષમાં ગામ માં થી 100 થી વધારે લારીધારકો ગયા બાદ બારાતુઓ ની અવર જ્વર બિલકુલ ઘટી જવાથી તેની સીધી અસર કોટ અંદરના વેપારીઓ પર પડી હોવા સાથે તેમનો વેપાર પણ અડધો થઇ ગયો હોવાનો આંતર્નાદ વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...