સમગ્ર જિલ્લા તેમજ રાજ્યમાં ચર્ચા ને ચકડોળે ચડેલ મુન્દ્રા બારોઇ ના સો કરોડ રૂ ના જાયન્ટ જમીન કૌભાંડ મુદ્દે છેલ્લા એક વર્ષ થી કાચબા ની ગતિએ આગળ વધતી તપાસ બાદ તાજેતર માં એટીવીટી ની બેઠકમાં થયેલા હોબાળા ને અનુઅલક્ષી ને હાલ ના પ્રાંત અધિકારી જિલ્લા ના ડીઆઇએલઆર કચેરી ને તાત્કાલિક ધોરણે મુન્દ્રા પાલિકા એ સૂચિત કરેલ જમીનો ની માપણી નો આદેશ કરતાં હવે કદાચ મહેસૂલ ખાતાની ગતિવિધીઓ તેજ બનવાના આસાર દેખાઈ રહ્યા છે.
વિશેષમાં ખુદ તાલુકા ની વડી મહેસૂલ કચેરીએ સરકારી જમીન પચાવાનો મુદ્દો સંવેદનશીલ હોવાનું ટાંકી ઇરાદાપૂર્વક સુસ્તી દાખવતી લેન્ડ રેકર્ડ શાખા ને સૂચક ટકોર કરી હોવાનું જણાઈ આવ્યું છે.પ્રાંત કચેરી દ્વારા ડીઆઇએલઆર ખાતા ને 7/5 ના રોજ રવાના કરાયેલ પત્ર માં મુન્દ્રા બારોઇ નગરપાલિકા દ્વારા 1/9/21 ના રોજ જિલ્લા સમાહર્તા સમક્ષ કરાયેલ રજૂઆત કરાઈ હોવા બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
વિશેષમાં હાલ કૌભાંડી મિલકતો પર મુળ કબ્જેદાર ન હોઈ જમીન ટ્રાવર્સ પૈકી ની ,ગૌચર કે ગામતળ ની તે નક્કી થતું ન હોઈ તેની માપણી જરૂરી હોવા અનુરોધ કરાયો હોવાનું ફરી પુનરાવર્તન કરી હવે તેની માપણી કરવા નો આદેશ કરાયો છે.વિશેષ માં સદરહુ બાબત ઘણા સમય થી પડતર હોવાની ટકોર કરી આ અંગે અત્રે મળેલ એટીવીટી ની બેઠકમાં સુધરાઈ પ્રમુખ અને સદસ્યો દ્વારા પ્રબળ વિરોધ કરાયો હોવાનું જણાવી તાત્કાલિક ધોરણે પાલિકા એ દર્શાવેલી જમીનો ની માપણી કરી સ્થાનિક મામલતદાર ને વિગતવાર અહેવાલ આપવા ની તાકીદ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.