એક આંખે દેખ્યું ઉદાહરણ:બે દાયકા વીતી ગયા છતાં મુન્દ્રાની સબ રજિસ્ટ્રાર કચેરીનો વહીવટ દોઢ ઓરડીમાં છાપરા નીચે

મુન્દ્રા22 દિવસ પહેલાલેખક: રાહુલ દાવડા
  • કૉપી લિંક
  • { રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી રૂપે કરોડોની આવક રળી આપે છે
  • કલાક ચાલતી દસ્તાવેજની પ્રક્રિયા દરમ્યાન અરજદારો ઝાડ નીચે આશરો લઇ વિતાવે છે સમય

1999 ના ભૂકંપ બાદ મુન્દ્રા મધ્યે અદાણી પોર્ટ ફૂલ ફોમમાં ધમધમતું થતાની સાથે સમગ્ર પંથકની જમીન બજારમાં અકલ્પનિય કહી શકાય તેવી ફુલગુલાબી તેજી નો પવન ફૂંકાયો પરંતુ તેને બે દાયકાનો સમયગાળો વિત્યા છતાં ત્યારથી જૂની મામલતદાર ઓફિસમાં કાર્યરત થયેલી સબ રજિસ્ટ્રાર કચેરીની દોઢ ઓરડીમાં છાપરા નીચે આજની તારીખમાં થતો કરોડોની જમીનોનો દસ્તાવેજી વહિવટ વિકાસને આભાસી ગણાવા માટેનું એક આંખે દેખ્યું ઉદાહરણ છે.

રાજ્ય સરકારને સંભવિત સમગ્ર કચ્છમાંથી સ્ટેમ્પ ડ્યુટી રૂપે તગડા નાણા લણી આપતી કચેરી મધ્યે સમગ્ર તાલુકાના દસ્તાવેજોનો ભાર બે કોમ્પ્યુટર ઓપરેટર એક સબરજિસ્ટ્રાર તથા મદદનીશ વેંઢારે છે.હાલમાં ઉપલબ્ધ સત્તાવાર આંકડાકીય માહિતી પર નજર કરીએતો 2020-21 ના સમયગાળા દરમ્યાન 5800 દસ્તાવેજ થયા જેમાં રાજ્યસરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવક 223.36 કરોડ થયા ઉપરાંત રજીસ્ટ્રેશન ફી રૂપે 3.34 કરોડ તિજોરીમાં આવ્યા.

જેમાં ખાસ ઉલ્લેખનીય કે આ સફેદ નાણું જયારે દસ્તાવેજ બાદ જમીનોની કિંમત મુજબ થયેલ ઉપરનો વ્યવહાર અલગ .આ સ્થિતિમાં રજીસ્ટર ઓફિસ મધ્યે પીવાના શુદ્ધ પાણીનો અભાવ તથા બેઠક વ્યવસ્થા પણ ગમ્ય ન હોવાના કારણે દસ્તાવેજ કરાવા આવતા રહીશો એક કલાકથી વધુ ચાલતી પ્રક્રિયા દરમ્યાન પરિસરમાં આવેલ ઝાડ ની ઓથ લઇ સમય પસાર કરતા નજર આવે છે.ત્યારે ઉપરોક્ત બાબતે નગરના વિવિધ અગ્રણીઓનો અભિપ્રાય લેતાં એક સુરે આધુનિક કચેરી બનાવાની માંગ ઉઠી હતી.

કચેરીના આધુનિકરણ ઉપરાંત ડિજિટલ સ્કેનરની છે તાતી જરૂરિયાત
મુન્દ્રા બાર એસોના પ્રમુખ રવિલાલ મહેશ્વરીએ કચેરીના આધુનિકરણ અંગે અગાઉ ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ હોવા પર ભાર મૂકી કોઈ પણ દસ્તાવેજમાં ન્યુનતમ ત્રીસથી ચાલીસ પાનાં હોય છે હાલ ક્રમબદ્ધ એક પાનું સ્કેન કરવામાં લોકોના સમયનો વેડફાટ થતો હોવા ઉપરાંત પક્ષકારોને વેળાસર દસ્તાવેજો મળતા ન હોવાથી ડિજિટલ સ્કેનરની તાતી જરૂરિયાત ઉભી થયાની લાગણી વ્યક્ત કરી હતી.

અમે પણ સંબધિત અધિકારીઓને સગવડમાં વધારો કરવા ની અપીલ કરેલ છે
અપૂરતી સુવિધાઓને સમર્થન આપતાં સબ રજિસ્ટ્રાર વી બી રાઠોડે હાલ ચાર ઓપરેટરો અને બે મદદનીશ હોવાથી સ્ટાફ પૂરતો હોવા પર ભાર મૂકી સગવડોમાં વધારો કરવા અમે પણ સંબધિત અધિકારીઓને અપીલ કરવાની લાગણી દર્શાવી ટૂંક સમયમાં કચેરી માં વધારાની સુવિધાઓ ઉપલબ્ધ થવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

કચેરીમાં સ્ટાફ ઘટ સહિત અરજદારોને તમામ ક્ષેત્રે અસુવિધા
હોટલ અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા ભોગીલાલ ચાવડાએ કચેરીમાં પૂરતા સ્ટાફના અભાવથી લોકોના કામો સમય મર્યાદામાં થતા નથી. વધુમાં કચેરીએ , મહિલાઓ માટે ટોયલેટ બાથરૂમ ની અગવડ, વેઇટિંગ સ્પેસ નહીં સાથે હાલ દસ્તાવેજમાં બે સાક્ષી જરૂરી હોવાથી કચેરીમાં કાયમ 40 માણસોની ભીડ રહેતી હોવાથી તેમને દરેક ક્ષેત્રે અસુવિધાનો અનુભવ થતો હોવાની લાગણી દર્શાવી હતી.

હવા ઉજાસ વિહોણું પ્લાસ્ટિકનું સ્ટ્રક્ચર રહીશો માટે યાતનારૂપ
નગરના નામાંકિત ડેવલોપર્સ રઘુવીરસિંહ જાડેજાએ એક ઓરડી અને બે નાનકડા રૂમ રૂપે પ્લાસ્ટિક સ્ટ્રક્ચર માં કાર્યરત હવા ઉજાસ વિહોણી કચેરી લાખોની જમીનના દસ્તાવેજ કરાવવા આવતા શાહુકારો માટે યાતનામય સાબિત થતી હોવાના આક્રોશ સાથે તેને આવક અને સમય અનુરૂપ આધુનિક ઓપ આપવાની માંગ કરી હતી.કચેરીએ આવતા અરજદારો માટે પુરતી સુવિધાઓ ઉભી કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...