કાર્યવાહી:મુન્દ્રા અને કોડાયના બે ભાગેડુ બુટલેગર ઝડપાયા

મુન્દ્રા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સચોટ બાતમીના આધારે એલસીબીએ ભુજપર બસસ્ટેન્ડ પાસેથી દબોચી લીધા
  • પ્રોહિબીશનના ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા હતા

મુન્દ્રા અને કોડાય પોલીસ સ્ટેશનના દફ્તરે પ્રોહિબીશનના ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા માંડવી તાલુકાના નાની ખાખર ના બે બુટેલગર ને જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.પ્રાપ્ત માહિતી મુજબ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી મુન્દ્રા પંથકમાં હાઇવે પેટ્રોલિંગ કરી રહેલી એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે મોટી ભુજપર બસસ્ટેન્ડ પાસે છાપો મારી મુન્દ્રા અને કોડાય પોલીસ સ્ટેશનના આરોપી એવા ભાગેડુ બુટલેગર યુવરાજસિંહ ઉર્ફે ભાણભા બહાદુરસિંહ ઝાલા (ઉ.વ.28 હાલ રહે નાની ખાખર માંડવી મૂળ કટુડા-સુરેન્દ્રનગર)તેમજ મુન્દ્રા પોલીસ મથકના ફરાર બુટલેગર હરપાલસિંહ બટુકસિંહ જાડેજા(ઉ.વ.25 રહે નાની ખાખર-માંડવી)ને આબાદ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...