અરેરાટી:લૂણી પાસે પશુઓના મૃતદેહ રઝળતા દેખાતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી

મુન્દ્રા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોએ તાત્કાલિક અસરથી મૃત પશુઓનાે નિકાલ કરવાની માંગ કરી

મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર કારઘોઘા બાદ લૂણી મુકામે મૃત ગાયો ના શબ તથા હાડકાં નો ઢગલો દેખાતાં ગ્રામજનોમાં રોષ ની લાગણી ફેલાઇ છે.અને લોકોએ તાત્કાલિક અસર થી મૃતદેહો નો નિકાલ કરવાની માંગ ઉઠાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રીએ લૂણી ની સીમમાં માલધારીઓને ચર્મ રોગના કારણે મોતને ભેટેલી ગાયો ના શબ તેમજ હાડકાં નો ઢગ દેખાતાં વાયુવેગે વાત ગામમાં પ્રસરી હતી.અને લોકોએ રોશની લાગણી સાથે જવાબદાર ખાતાઓ નું ધ્યાન દોરી શબનો નિકાલ કરવાની માંગ કરી હતી.ઉપરોક્ત મુદ્દે ગામના સરપંચ પ્રેમજીભાઈ મહેશ્વરી નો મોબાઈલ પર સંપર્ક સાધતાં તેમણે પશુઓનું મોત લમપી નહીં પણ અન્ય કારણોસર થયું હોવાની ચોખવટ કરી લૂણી પાંજરાપોળ ને લાશો નો નિકાલ કરવા નોટિસ પાઠવાઈ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...