મુન્દ્રા મધ્યે બુધવારે બનેલા ચોરીના બે બનાવો પૈકી એકમાં અદાણી પોર્ટ ખાતેથી કોઈ અજાણ્યો તસ્કર કન્ટેનર પાછળ લાગેલ રૂપિયા 15 હજારની કિંમતની ટેમ્પરેચર ડીસ્પ્લે તફડાવી ગયો હતો. જયારે અન્ય એક મકાનની છત પર વોકિંગ કરી રહેલી મહિલા ત્યારે પાળી કુદીને બે ગઠિયાઓ પાંચ હજારનો મોબાઈલ ઉઠાવી ગયા હતા.
પોલીસ દફતરેથી પ્રથમ ઘટનામાં નાના કપાયાના પ્રીસ્ટિંગ મેઘા લોજીસ્ટીક પાર્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અવનિશ મનોજભાઈ દ્વિવેદી (ઉ.વ.28 રહે યુ એસ વીલા-મુન્દ્રા)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ અજાણ્યો ઈસમ તા 9/6 ની સવારે 9 વાગ્યાના અરસામાં અદાણી પોર્ટના આર એન્ડ ડી યાર્ડમાં ઉભેલી ટ્રેન ના કન્ટેનર પાછળ લાગેલ રૂપિયા 15 હજારની કિંમતની ટેમ્પરેચર ડીસ્પ્લે ચોરીને પલાયન થઇ ગયો હતો.
જયારે મુન્દ્રાના બારોઇ રોડ સ્થિત હિંગલાજ નગરમાં ફરિયાદી સત્યવતી સુભાસચન્દ્ર મેથીલ (ઉ.વ.38)એ જણાવ્યા મુજબ પોતે ઘરની છત પર વોકિંગ કરતી વેળાએ છતની સીડી પર રાખેલ રૂપિયા 5 હજારની કિંમતનો મોબાઈલ કોઈ બે અજાણ્યા શખ્સો ગેટની અંદર પ્રવેશ કરી ઉઠાવી ગયા હતા.બન્ને બનાવોમાં મુન્દ્રા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીનો ગુનો દર્જ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.