મુન્દ્રા પંથકમાં વર્ષો થી ચાલતી રેતી ચોરી ની ગતિવિધીઓ છેલ્લા જૂજ સમય માટે થંભી ગયા બાદ રાજ્ય સરકાર ની સુજલામ સુફલામ યોજના ખનીજ માફિયાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઇ હોય તેમ ફરી આળસ મરડી બેઠા થયા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
એક અંદાઝ મુજબ 28 કિમી માં વિસ્તરેલા ભૂખી નદીના પટને મૉટે ભાગે ઠોડો કરી નાખ્યા બાદ હાલ શાળા,વાડી વિસ્તાર અને સરકારી જમીનોમાં માટી નાખવાના બહાને સુજલામ સુફલામ યોજના અંતર્ગત નાના કપાયા,ભદ્રેશ્વર,ટોળા,વડાલા,લૂણી,ધ્રબ,ઝરપરા અને બોરાણા ના વિવિધ વિસ્તારો માંથી માટી ઉલેચતા તત્વો તેનો ઉપયોગ સરકારી માર્ગદર્શિકા મુજબ કરવાને બદલે અનેક કિસ્સામાં ખાનગી જમીનો ના પુરાણ અથવા ઉદ્યોગો ની જમીનો સમતળ કરવામાં કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રતિ ડમ્પર સરેરાશ પાંચ થી નવ હજાર રૂ સુધી માટીનો ભાવ ખાનગી પાર્ટીઓ પાસેથી વસુલવામાં આવે છે.વિશેષમાં હાલ ગ્રામ્ય વિસ્તારોના તળાવો માં ગાંડા બાવળો નું સામ્રાજ્ય છવાયેલું છે.ત્યારે હાલ સરકારી યોજના ના નામે હાથવગો પરવાનો મેળવી નદીના પટને નિશાન બનવાઈ રહ્યું હોવાનું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે.જયારે માટી અને રેતીનો પણ ખાનગી ધોરણે થતો વપરાશ જવાબદાર ખાતાઓ સિવાય અનેક વ્યક્તિઓ નરી આંખે જોઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.