રાજ્ય સરકારે મુન્દ્રા બારોઇ નગરપાલિકા વિસ્તારના માર્ગોના રિસરફેસિંગ માટે વિશેષ ગ્રાંટ ફાળવી હતી.આ કામોમાં ભારે ગોબાચારી આચરવામાં આવી હોવાની બાબતને અગાઉથી પુષ્ટી મળી ચુકી છે.કારણકે નગરની વલ્લભકૃપા સોસાયટી,વર્ધમાન નગર,તેચ્છી ચકલા સ્થાનકના માર્ગો ગુણવતા વિહીન હોવાની વ્યાપક ફરિયાદો બાદ પાલિકાએ એજન્સી પાસેથી તોડાવી ફરી રિસરફેસિંગ કરાવ્યા છે.
આ પ્રકારની નબળી ગુણવતા ધરાવતા શાસ્ત્રી મેદાન પાસેના માર્ગની દુર્દશાને લઈને તેના ઉપયોગમાં લેવામાં આવેલ સામગ્રીની લેબોરેટરી કક્ષાએ તપાસ કરાવી ગેરંટી પિરીયડમાં આવતા માર્ગને પુનઃ રિસરફેશ કરવાની માંગ ઉઠી છે.
મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલ કેસરીયાએ સુધરાઈને પાઠવેલા પત્રમાં માર્ગ રિસરફેસિંગ માટે તૈયાર કરવામાં આવેલા પ્લાન એસ્ટીમેન્ટ સામે સવાલ ઉઠાવતાં પર્યાપ્ત ખોદાણ કર્યા બાદ તેમાં પથ્થર નાખી ઉપર કરાતાં મેટલીંગ,રોલિંગના દર્શન આ કામમાં થયા ન હોવાનો દાવો કરી પીસીસી નું અને સિમેન્ટ કપચી નું સ્તર નબળું હોવાથી તેને બે વાર નિર્માણ કરવાની તંત્રને ફરજ પડી હોવાનું ટાંક્યું છે.વિશેષમાં સીસીરોડના નિર્માણ વેળાએ ગટરના પાણીના ઉપયોગની ક્લિપો સોશ્યલ મીડિયામાં ફરી હોવા છતાં પાલિકાના ભ્રસ્ટાચારી સત્તાધીશો નિંદ્રા માણતા હોવાનો આક્ષેપ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.