કામગીરી:મોટા કપાયાની ગૌચર જમીન પર કરાયેલા દબાણ તંત્રે દૂર કર્યું

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે પોલીસ સ્થળ પર ખડેપગે હાજર રહી

મુન્દ્રામાં ઔદ્યોગિકરણને પગલે તાલુકાના અનેક ખાનગી એકમો એ સરકારી જમીન પર દબાણ કર્યું હોવાની ફરિયાદો ઉઠી છે.ત્યારે પ્રારંભિક તબક્કે હરકતમાં આવેલ પ્રશાસને મોટા કપાયા ખાતે ગૌચર પર કરાયેલ માર્ગરૂપી દબાણ હટાવી અતિક્રમણકારો સામે લાલ આંખ કરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ મોટા કપાયા ગ્રામપંચાયત દ્વારા ગામની રેવન્યુ સર્વે નં 44/1 વાળી ગૌચર જમીન પર સીએફએસ ખાતે અવર જ્વર કરવાના આશય સાથે દબાણ કરાયું હોવા સબબ તંત્ર નું અરજી સ્વરૂપે ધ્યાન દોરી તેને હટાવાની માંગ કરાઈ હતી.જેના પગલે તંત્ર દ્વારા સ્થળ પર પંચનામું કરવામાં આવતા દબાણ થયા નું ફલિત થયું હતું.

જેના પગલે પોલીસ રક્ષણ હેઠળ આજે મોડી સાંજે સૂચિત જમીન પરથી દબાણ દૂર કરાયું હતું.ઉપરોક્ત કામગીરી વેળાએ મોટા કપાયા સરપંચ ચાંદાબા ચેતનસિંહ પઢીયાર તાલુકા પંચાયત ના વિસ્તરણ અધિકારી કિશોરભાઈ દરજી તલાટી દામજીભાઇ મહેશ્વરી અરજદાર વિજયસિંહ અજીતસિંહ જાડેજા તેમજ કારોબારી ચેરમેન નવલસિંહ પઢીયાર ઉપસ્થિત રહ્યા હતા.અત્રે નોંધનીય છે કે સૂચિત દબાણ ના પ્રારંભેજ ગ્રામજનો તરફથી પ્રબળ વિરોધ દર્શાવામાં આવ્યો હતો.છતાં પણ સીએફએસ સંચાલકો દ્વારા સરકારી જમીન વચ્ચે થી માર્ગ કાઢવામાં આવતા તંત્ર ને દૂર કરવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...