મુન્દ્રા તાલુકાના વવાર મુકામે નર્મદા કેનાલ ના કામ માં ગોબાચારી ની અનેક ફરિયાદો ઉઠ્યા બાદ અંતે નિગમના અધિકારીઓએ સ્થળ સમીક્ષા કરી આક્ષેપને સમર્થન આપ્યું હતું.અને ટૂંક સમયમાં નર્મદા લાઈન ને ફરી દુરસ્ત કરી આપવાની ખાત્રી આપતાં સ્થાનિક ગ્રામજનોએ રાહત નો દમ લીધો હતો.
મુન્દ્રા તાલુકાના છેવાડાના વવાર ગામે નર્મદા લાઈન નું કામ પૂર્ણ થયા ના થોડાક દિવસો બાદ જ અનેક જગ્યાએ મોટા ગાબડાં પડી ગયા હતા.જેને અનુલક્ષીને વવાર ના ઉપસરપંચ રતન ગઢવી એ ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી કેનાલ ને દુરસ્ત કરવાની માંગ કર્યા નો અહેવાલ અખબારી માધ્યમોમાં પ્રસિદ્ધ થયા બાદ આજે સવારે નર્મદા નિગમ ના ઇજનેરો ની ટીમ સ્થળ સમીક્ષા અર્થે પહોંચી આવી હતી.અને પ્રથમ દ્રષ્ટિમાં જોઈ શકાય તેવું જર્જરિત કામ જોઈ ચોંકી ઉઠ્યા હતા.
બાદમાં નિગમના ઈજનેર બી ડી પરમારે આગામી અઠવાડિયામાંજ કેનાલમાં આવેલા ગાબડાં પુરી મરમ્મત કરવાની ખાત્રી ગ્રામજનો સમક્ષ ઉચ્ચારતાં સ્થળ પર ઉપસ્થિત અગ્રણીઓ નો રોષ ઠંડો પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.