તપાસ:મોખા ટોલનાકા નજીક ઘાયલ હાલતમાં મળેલા મોટી ભુજપુરના યુવાનનું મોત

મુન્દ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફીટની બીમારીથી રોડ પર પટકાતાં માથામાં ગંભીર ઇજા પહોંચી હતી

મુન્દ્રા તાલુકાના મોખા ટોલનાકા નજીક ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવેલા અજ્ઞાત યુવાનું સારવાર પૂર્વે મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં હતભાગી મોટી ભુજપુરનો રહેવાસી હોવાનું અને ફીટની બીમારીથી પડી જતાં મૃત્યુ થયાનું સામે આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ બનાવ મંગળવારે સવારના 8 વાગ્યાથી 12વાગ્યાના દરમ્યાન બન્યો હતો. માથામાં ગંભીર ઇજા સાથે અજાણ્યો યુવકે પ્રથમ મુન્દ્રા ભુજ ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જવા વખતે તેને સામખિયાળી નજીક અંતિમ શ્વાસ લીધો હતો. હોસ્પિટલના તબીબે મૃત જાહેર કરતાં બનાવ અંગે મુન્દ્રા કોસ્ટલ પોલીસ મથકે અકસ્માત નો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરતાં આ મૃતક યુવકની ઓળખ થઇ હતી. હતભાગી યુવાન મુન્દ્રા તાલુકાના મોટી ભુજપરનો રહેવાસી રમેશ પચાણભાઇ મહેશ્વરી (ઉ.વ.33) હોવાનું ખુલ્યું હતું.

મરીન પોલીસ મથકના તપાસનીશ હેડ કોન્સ્ટેબલ જીતુભા સોઢાએ આ મૃતક યુવાનને ફીટની બીમારી હોવાથી તે ઉભા થઇ ચાલતી વખતે અચાનક રોડ પર પટકાયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઉપરોક્ત કરૂણ ઘટના બની હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...