ફરી વરસાદી સીઝન આવીને ગઇ પરંતુ...:મુન્દ્રાના કેવડી નદીના કોઝવે પર બ્રિજ બનાવાની વાત હજી હોલ્ટ પર

મુન્દ્રા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં કરોડોના વિકાસકાર્યો બાવજૂદ જેની જરૂરિયાત છે તેની જાહેરાત ન થઇ

તાજેતરમાં મુન્દ્રા પંથકમાં વિકાસકાર્યોને પગલે કરોડોના માર્ગનિર્માણ કાર્યોની જાહેરાત થઇ પણ ઔદ્યોગિકરણના પગલે જેની તાતી જરૂરિયાત છે તે નગરના પ્રવેશદ્વાર સમા કેવડી નદીના કોઝવે પર લોકોની સુખાકારીને અનુલક્ષીને બ્રિજ બનાવા ની વાતનો ક્યાંય ઉલ્લેખ ન થતાં તાલુકાવાસીઓ નિરાશા થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.

હાલ જયારે વરસાદી સીઝન આવીને ચાલી પણ ગઇ છે ત્યારે લોકો ભૂતકાળના સંસ્મરણો વાગોળી રહ્યા છે.જેમાં ગત બે વર્ષ થી ભારે વરસાદના પગલે નદી આવતાની સાથે કોઝવે ક્ષતિગ્રસ્ત થતાં ચાર દિવસ સુધી નગરને જોડતો યાતાયાત અવરોધાયો હતો.અને વાહન ચાલકોને દસ કિમી નો ફેરો ફરી ગામમાં પ્રવેશ કરવો પડ્યો હતો.

તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી માત્રામાં પોર્ટ થી જોડાયેલા છે.તેમની ઉપરાંત ભુજ અને માંડવી તરફથી આવતા લોકો માટે આ મુખ્ય માર્ગની ગરજ સારે છે.માટે અગાઉ અહીં વરસાદી સીઝનમાં પરિવહન સુચારૂ બનાવવા અગાઉ બ્રિજ નિર્માણ ની વાતો થઇ ચુકી છે પણ આજની પરિસ્થિતી માં પરિણામ શૂન્ય છે ત્યારે લોકો ત્વરિતે સૂચિત સ્થળને જોડતા પુલ નું નિર્માણ થાય તેવું ઈચ્છી રહ્યા છે.

રાજ્ય સ્તરે દરખાસ્ત મોકલાઈ છે પણ મંજૂરીની મહોર નથી મળી - પાલિકા પ્રમુખ
ઉપરોક્ત મુદ્દે પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમારનો સંપર્ક સાધતા તેમણે અગાઉની જાહેરાતો અને બ્રિજ ની જરૂરિયાત અંગે સમર્થન આપતાં સુધરાઈના ગઠન બાદ રાજ્ય સ્તરે પૂલ બનાવા અંગે ની દરખાસ્ત મોકલાઈ હોવા બાબત પર પ્રકાશ પાડી ત્યાંથી સાડાઉ સુધીના માર્ગ નું રિસરફેસિંગ કરવાની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે.પણ બ્રિજ નિર્માણ માટે લીલી ઝંડી અપાઈ ન હોવાનું સ્વીકાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...