અકસ્માતનું તોળાતું જોખમ:મુન્દ્રાના કોટ અંદરના વિસ્તારમાં ખુલ્લા વીજરેષા કોઇનો ભોગ લે તે પહેલા તંત્ર જાગે

મુન્દ્રા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીજીવીસીએલના વર્ષો જુના વાયરો બદલાવી સલામત કરાય તેવી લોકલાગણી

મુન્દ્રા ના કોટ અંદર ના વિસ્તારમાં ભયરૂપ બનેલી ખુલ્લી ડીપી ઓ ઢાંકી ને સુરક્ષિત કરાતાં મહદઅંશે રાહત થયા બાદ હવે વિવિધ વિસ્તારોમાં ખુલ્લામાં ઝૂલી રહેલા વીજરેષા લોકો માટે ખતરાની ઘંટી સમાન બની રહ્યા હોવાની રાવ ઉઠી છે.

પ્રાપ્ત વિગત મુજબ મુન્દ્રા ના ચાઇનગેટ,તળાવ વાળું નાકું,હસનપીર બજાર,ખારવા ચોક,ગુંદી ફળિયું,ગિરનારા શેરી નો આંતરિક ભાગ તથા બારીવાળા નાકા સમેત અનેક વિસ્તારો માં વર્ષો જુના વીજરેષાઓ ને સાંધા મારી ગાડું ગબડાવવામાં આવતાં હવે વિવિધ વિસ્તારોમાં વાયરોની ગૂંચ લટકતી જોવા મળે છે.જે મોટા ભાગે શહેરમાં શોર્ટ સર્કિટ ની સમસ્યા સર્જવામાં નિમિત્ત બનતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વિશેષમાં મકાનો ની છત નજીક પોલ પર ટીંગાતાં ખુલ્લા વીજરેષા ઓ ગમે તે ઘડી એ અકસ્માત સર્જી શકે છે.ત્યારે લોકો પાસે તગડો વીજદર વસૂલતી પીજીવીસીએલ જાનમાલ ની સુરક્ષા ને અનુલક્ષી ને મેન્ટેનન્સ અર્થે વીજકાપ મુક્તી વેળાએ તાત્કાલિક ધોરણે ઘસાઈ ગયેલા વાયરો બદલાવી લાઈનો ને સુરક્ષિત કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ અસહ ગરમી વચ્ચે સર્જાતી વીજવિક્ષેપ ની સમસ્યા લોકો માટે ત્રાસરૂપ પુરવાર થઇ રહી છે ત્યારે રેષાઓ નું નવીનીકરણ આવશ્યક બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...