કામગીરી:મુન્દ્રામાં દવા છંટકાવ, માટી પુરવાની કામગીરી હાથ ધરાઈ

મુન્દ્રા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે કામગીરી
  • પાલિકા, આરોગ્ય ખાતાના સંયુક્ત અભિયાન હેઠળ ડોર ટુ ડોર સર્વેલન્સ

કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદની સાથે મુન્દ્રા શહેરમાં વરસાદી માહોલ બાદ મચ્છર જન્ય તેમજ પાણી જન્ય બીમારી ન ફેલાય તે માટે નગરપાલિકા અને આરોગ્યખાતાના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. ઉપરાં વરસાદી પાણી જ્યાં જ્યાં ભરાયા છે ત્યાં નિકાલ સહિતની કામગીરી અને મચ્છરો ઉત્પત્તિ થઈ શકે તેવી જગ્યાઓ પર જંતુનાશક દવા છંટકાવ શરૂ કરવામાં આવ્યો હતો તેમજ મેલેરિયા, ડેન્ગ્યૂ જેવા મચ્છરજન્ય રોગો ન ફેલાય તે માટે આરોગ્યતંત્ર દ્વારા ઘરે-ઘરે ફરીને રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી.

અને માટી દ્વારા રસ્તાને સમતળ કરી માખી - મચ્છરના ઉપદ્રવથી બચવા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ હતો. નગરપાલિકાના સફાઈ વિભાગના ઇન્ચાર્જ નવીન મકવાણાએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે દરેક વોર્ડમાં પૂરતા પ્રમાણમાં જંતુ નાશક દવાનો જથ્થો ઉપલબ્ધ છે અને અન્ય વોર્ડમાં પણ આગામી દિવસોમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવશે આ માટે સ્થાનિક વોર્ડના સભ્ય અથવા નવીનભાઈના મોબાઈલ નંબર 6359049817 પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...