કામગીરી:મુન્દ્રામાં મતદાન પર વિપરીત અસર પડે તે પહેલાં નવી શાકમાર્કેટનો રોડ તૈયાર

મુન્દ્રા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુની જગ્યાએ જવાહરચોકમાં ગોઠવાયેલા લારીધારકોની માંગ ચૂંટણી વેળાએ પૂર્ણ થઇ

મુન્દ્રા બારોઇને પાલિકાનો દરજ્જો મળ્યા બાદ ટ્રાફિકની સમસ્યા હલ કરવાના ભાગરૂપે જવાહરચોકમાં અતિક્રમણરૂપ લારીધારકોને ગામ બહાર પાંજરાપોળ વાડીમાં મધ્યે નવનિર્મિત શાકમાર્કેટમાં ખસેડાતાં વિવાદ થયો હતો.ત્યાર બાદ પાયાકીય સવલતોના અભાવે કેટલાક લારીધારકો ફરી જુની જગ્યાએ ગોઠવાઈ જતા તેમના અસંતોષ નો ઓછાયો હાલ વિધાનસભાની ચૂંટણી ને અનુલક્ષીને મતદાન પર પડે તે પહેલાં યુદ્ધના ધોરણે નવી શાકમાર્કેટમાં રોડ બનાવી દેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અગાઉ સ્થળાંતર થયેલા રેંકડી ધારકોએ નવી શાકમાર્કેટ વોંકળા માં હોઈ વરસાદી સીઝનમાં પાણી ભરાવ ની દહેશત વ્યક્ત કરી હતી.જે ચોમાસામાં હકીકત સાબિત થઇ હતી અને સૂચિત સ્થળે ગોઠણસમાં પાણી ભરાતાં લારીધારકો પૈકીના મોટા ભાગના બકાલીઓનો ધંધો એક માસ પૂરતો ચોપટ થઇ ગયો હતો.

તેના પગલે ગિન્નાયેલા છૂટક વેપારીઓમાંથી કેટલાકે વિરોધ દર્શાવી ફરી જુની જગ્યા જવાહરચોકમાં સ્થાયી થવાની હઠ પકડી હતી.હાલ ઉપરોક્ત વિવાદની અસર ચૂંટણી પર વર્તાય તે પહેલાં અનેક સુવિધાઓથી વંચિત નવી શાકમાર્કેટમાં રોડ રૂપે થીગડું મારવામાં આવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

કાયમી ધોરણે ફાળવાયેલા સ્ટોલના હજીપણ ઠેકાણાં નથી
લારીધારકોને ખસેડતી વેળાએ તેમને સુધરાઈ દ્વારા સુવિધાઓ પુરી પાડવાનો કોલ અપાયો હતો.જેમાં છ માસ અગાઉ અદાણી ફાઉન્ડેશન દ્વારા સ્ટોલ બાંધી આપવાની જાહેરાત પણ કરાઈ હતી.પાલિકા દ્વારા ટોકન સિસ્ટમથી સ્ટોલ પણ ફાળવી દેવાયા હતા.પરંતુ આજ પર્યત પાયો પડ્યા બાદ સ્ટોલના કોઈ ઠેકાણા નથી ત્યારે સત્તાપક્ષથી નારાજ એક મોટા એવા સમુદાયનો વિશ્વાસ સંપાદિત કરવા મોડે મોડે માર્ગ બનાવાયો હોવાનો મત નગરમાં પ્રવર્તિ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...