સ્પીડબ્રેકરની માંગ:મુન્દ્રાના શક્તિ પ્લાઝાથી ઝીરો પોઇન્ટનો માર્ગ અકસ્માત ઝોન, સલામતીના પગલાંની પ્રબળ માંગ

મુન્દ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વાહનોથી ધમધમતા રોડ પર ડિવાઈડર અને સ્પીડબ્રેકરની માંગ ઉઠી

છેલ્લા કેટલાય સમય થી અવિરતપણે સર્જાતી અકસ્માત ની ઘટનાઓ થકી મુન્દ્રા ના શક્તિ પ્લાઝાથી ઝીરો પોઇન્ટ સુધીનો બે કિમી માર્ગ અકસ્માત ઝોનમાં પરિણમ્યો હોવાની અનેક ફરિયાદો સાથે સૂચિત રોડ પર સલામતીના પગલાંની પ્રબળ માંગ ઉઠી છે. આ રોડ મુન્દ્રા પોર્ટ પર જવાનો મુખ્ય માર્ગ હોઈ અહીં ભારે વાહનોની મોટી માત્રામાં અવર જવર રહે છે.

કન્ટેનર યાર્ડ સુદ્ધાં આવેલા હોવાથી ઓચિંતા રોડ પર મહાકાય વાહનો ધસી આવે છે ત્યારે સૂત્રોએ માર્ગ સમાંતર હોવાને કારણે ધસમસતા ભારેખમ વાહનો નાના વ્હીકલો માટે ખતરાની ઘંટી સમાન બની રહેતા હોવાની લાગણી દર્શાવી હતી. ગત એક વર્ષમાં દસથી વધુ દ્વિચક્રી વાહનોના ચાલકો ભારે વાહનોની હડફેટે આવ્યા છે.

જેમાં પાંચથી વધુ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા ઉપરાંત તેટલાજ ઘાયલ થયા હોવાના સત્તાવાર અહેવાલ સાંપડ્યા છે. માર્ગ મકાન વિભાગ દ્વારા સૂચિત માર્ગ પર સ્પીડ બ્રેકરમાં વધારો કરાયા ઉપરાંત રોડની મધ્યમાં ડિવાઈડર ઉભું કરવાની માંગ લોકો કરી રહ્યા છે જેથી વાહનોની ગતિમાં નિયંત્રણ લાવી યાતાયાત સુચારૂ બનાવી શકાય. ભારેખમ વાહનોની અવર-જવરથી રાત-દિવસ ધમધતા આ માર્ગે સ્પીડ બ્રેકર મૂકવા લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...