અનુરોધ:મુન્દ્રામાં બારોઇ રોડના 169 અતિક્રમણકારોને દબાણ હટાવા R&Bનું અંતિમ અલ્ટીમેટમ

મુન્દ્રા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છુટક વેપાર કરતા લારીધારકોને પાલિકા દ્વારા આઝાદ મેદાનમાં સ્થાયી થવા અનુરોધ

મુન્દ્રા બારોઇને સુધરાઈ નો દરજ્જો મળ્યા બાદ ગૌરવપથના નિર્માણ અર્થે રસ્તો સંપૂર્ણપણે ચોખ્ખો કરવા હવે માર્ગ મકાન વિભાગ દ્વારા બારોઇ રોડના 169 અતિક્રમણકારો ને ત્રણ દિવસમાં દબાણ દૂર કરવાની અંતિમ નોટિસ પાઠવાતાં ફફડાટ ફેલાયો છે.

પ્રથમ તબક્કામાં જુના બંદર રોડ પર આવેલી પોર્ટ કોલોનીથી એસટી બસ સ્ટેન્ડ સુધી ગૌરવપથ નું નિર્માણ ચાલુ છે પરંતુ ત્યાં પ્રમાણમાં દબાણ ગણ્યું ગાંઠ્યું છે.જયારે બીજા તબક્કામાં બસ સ્ટેન્ડથી બારોઇ રોડ સ્થિત શિશુમંદિર સુધી નું માર્ગ નું કામ શરૂ કરાય તે પહેલાં બારોઇરોડના અંદાજિત દોઢસો અતિક્રમણકારોને નોટિસ પાઠવી સ્વેચ્છાએ દબાણ દૂર કરવાનું અંતિમ અલ્ટીમેટમ આપવામાં આવતાં રોડ પર ગેરકાયદેસર છૂટક વેપાર કરતા ધંધાર્થીઓમાં પર જાણે વીજળી પડી હોય તેવો માહોલ છવાયો છે.

ત્યારે ઉપરોક્ત મુદ્દે પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર નો સંપર્ક સાધતા તેમણે દબાણ હટાવ કામગીરી વખતે સંપૂર્ણપણે આરએન્ડબી વિભાગ સાથે રહેવાની લાગણી દર્શાવી લારી કે કેબીન ધારકો માટે આઝાદ મેદાનમાં વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હોવા પર પ્રકાશ પાડી વેપારવાંચ્છુઓ ને ત્યાં તબદીલ થવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...